કપાસની આવક વધવાની ધારણાએ દેશમાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ની અસર હળવી થયા બાદ અને કોરોનાના કેસ ઓછા થતાં કપાસના વેપાર ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં ગુરૂવારે ૧૦૩૦૦ ગાંસડી એટલે કે અઢી લાખ મણ કપાસની બજાર આવક નોંધાઇ હતી.

ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં નવું વાવેતર શરૂ થયા બાદ હાલ જૂના કપાસની આવક વધી રહી છે. અહીં કપાસની આવક વધતાં ઉત્તર ભારતમાં કપાસના ભાવ મણે રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા વળી વિદેશી બજારો પણ ઘટી હોઇ તેની અસરે કપાસના ભાવ ઘટયા હતા.

દક્ષિણ ભારતમાં રાજ્યોમાં હજુ કોરોનાના કહેર ઘટયો ન હોઇ બહુ કપાસની આવક થતી નથી. ગુજરાત-મહારાષ્ટ્રમાં પણ કપાસના વેપારો છુટાછવાયા ચાલુ થયા હતા. ઓવરઓલ દેશાવરમાં કપાસના માર્કેટ ભાવ મણે રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા.

કડીની રૂ માર્કેટમાં કોઇ કામકાજ થતાં નથી આથી હવે કોઇ ભાવ બોલતું નથી. કડીમાં હાલ બે થી ત્રણ જીન ત્રણ-ચાર દિવસે એક વખત ચાલે છે. મહારાષ્ટ્રના અને મેઈન લાઈનના ફરધર કપાસની આવક છુટીછવાઇ આવી રહી છે.


મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧રપ૫ થી ૧૧૫૦ અને મેઇન લાઇનના ફરધર કપાસના રૂ.૧૨૦૦ થી ૧૨રપ ભાવ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના ભાવ નોર્મલ રૂ.૧૩૦૦ થી ૧૩૫૦ હતા.

સૌરાષ્ટ્રમાં કપાસના છુટાછવાયા વેપાર થયા હતા. કપાસના ભાવ ટકેલા હતા. કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા સૌરાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૩૭૫ થી ૧૩૮૦ બોલાતા હતા.


એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૩૩૦ થી ૧૩૪૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૨૯૦ થી ૧૩૦૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૨૫૦ થી ૧૨૬૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા હવે ધીમે ધીમે વેપાર થવા લાગ્યા છે કારણ કે હવે ગામડામાં કોરોનાના કેસ ઘટવા લાગતાં કપાસ ખરીદવા માટે ટ્રક-ગાડી હવે મળવા લાગી છે. આજે ગામડે બેઠા રૂ.૧૩૦૦ થી ૧૩૫૦ વચ્ચે છુટાછવાયા વેપાર થયા હતા.

Leave a Comment