ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી લગભગ તમામ પીઠાઓ બંધ છે તેમ છતાં ગુજરાતની તમામ એરંડાનું પિલાણ કરતી મિલોને જોઈએ તેટલાં એરંડા મળી રહ્યા છે. એક મહિના અગાઉ એરંડામાં તંગી જેવી સ્થિતિ હોઇ એરંડાના ભાવ વધીને મણના રૂ.૧૦૫૦ થી ૧૦૬૦ થયા હતા.
ગયા સપ્તાહે ગુજરાતના જે બે-ત્રણ પીઠા ચાલુ હતા ત્યાં એરેડાનો માર્કેટ ભાવ રૂ.૧૦૩૦ થી ૧૦૪૦ બોલાતો હતો. ગયા સપ્તાહે છેલ્લા બે દિવસ દરમિયાન એરંડા વાયદા ઘટયા હતા.
લોકડાઉન દરમિયાન તમામ મિલોને જોઈએ તેટલાં એરંડા મળ્યા હોઇ હવે તંગીની સ્થિતિ નથી અને તમામ મિલો પાસે ૧૦ થી ૧૫ દિવસ મિલ ચાલે તેટલાં એરંડાનો સ્ટોક થઈ ચૂક્યો છે.
એરડામાં હવે ભાવ ધીમે ધીમે ઘટતાં રહેશે, વધુ ભાવ મેળવવા ખેડૂતોને રાહ જોવી પડશે…
હજુ ખેડૂતોને એરંડાના ઊંચા ભાવ મળ્યા હોઇ અને કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતો ચાલુ થઇ ચૂકી હોઇ મોટાભાગના ખેડૂતો એરંડા રાખવા માંગતા નથી આથી પીઠાઓ ચાલુ થયા બાદ પણ એરેડાની મોટી આવક જોવા મળશે.
હવે એરંડાના ભાવ હાલ બે થી ત્રણ મહિના સુધરે તેવી કોઇ શક્યતા નથી પણ ઉલ્ટુ ભાવ ઘટશે. એરંડાના વેપારીઓના કહેવા પ્રમાણે એરંડાના ભાવ રૂ.૧૦૦૦ ઉપર હોઈ મિલો હવે ભાવ ઘટાડીને જ ખરીદી કરશે.
જ્યારે વાયદા ઘટશે ત્યારે મિલો રૂ.૧૦ થી ૨૦ રોજરોજ ઘટાડીને જૂન મહિનાના આરંભે એરડાનો ભાવ ઘટાડીને રૂ.૯૫૦ કરશે તેવું વેપારીઓનું માનવું છે. આથી હાલ ખેડૂતો એરંડા વેચી જ રહ્યા છે અને જેની રાહ જોવાની તૈયારી ન હોઇ તેઓએ એરંડા વેચવા જોઈએ.
જો ચોમાસું વહેલું આવશે અને મગફળી,કપાસ, તલ વિગેરે પાકોનું વધુ વાવેતર થશે તો એરંડાના વાવેતર માટે જમીન ઓછી રહેશે તો ઓગસ્ટ-સષ્ટેમ્બર પછી એરંડામાં તેજી જોવા મળશે તે વખતે એરંડાનો ભાવ વધીને રૂ.૧૨૦૦ થઈ શકે તેવી શક્યતા અત્યારે દેખાય છે.
આથી જે ખેડૂતોને સારા ભાવ લેવા હોય અને રાહ જોવાની તૈયારી હોય તે ખેડૂતો જ અત્યારે એરંડાનું વેચાણ ન કરે.