ડુંગળીમાં હાલ નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે અને સ્ટોકિસ્ટોની પણ લેવાલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ડુંગળીનાં બજાર ભાવ માં આગામી દિવસોમાં સરેરાશ બજારમાં ભાવ હજી પણ વધી શકે છે. હાલનાં તબક્કે વેચવાલી પણ ઓછી છે.
ડુંગળીના બજાર ભાવ :
ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ વધી રહ્યાં છે. ડુંગળીનાં ભાવ હાલ સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪૫૦ જોવા મળી રહ્યાં છે અને આગામી દિવસોમાં ભાવ રૂ.૫૦૦ થઈ શકે છે.
ગુજરાતમાં તમામ સેન્ટરમાં ડુંગળીની વેચવાલી ઓછી છે અને ખેડૂતો પણ હાલનાં તબક્કે વેચાણ ઓછું કરી રહ્યાં છે. બીજી તરફ વેપારીઓની વેચવાલી હાલ આવતી નથી અને સ્ટોક કરી રહ્યાં છે.
ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે :
સાઉથમાં પણ લેવાલી ધીમી ગતિએ વધે તેવી ધારણાં છે, જેને પગલે ડુંગળીનાં ભાવમાં વધારો જોવા મળશે.