મહારાષ્ટ્રના નાશીકમાં ડુંગળીના પાકમાં નુકશાન થતા ડુંગળીના ભાવ ઊચકાયાં

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ફરી ડુંગળીનાં બજાર ભાવ માં સુધારો જોવા મળી રહ્યો છે. નાશીકમાં ડુંગળીનાં પાકને તાજેતરમાં પડેલા વરસાદથી નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સરેરાશ ભાવમાં ફરી સુધારો જોવામળ્યો છે.

જોક આગામી દિવસોમાં ભાવ બહુ વધી જાય તેવી સંભાવનાં નથી, કારણ કે આવકો સતત વધી રહી છે અને હોળી પછી આવકોમાં મોટો વધારો ગુજરાત બહાર થશે.

ગોંડલમાં આજે લાલ ડુંગળીની ૬૭૨૦ કટ્ટાનાં વેપાર હતા અને ગોંડલ ડુંગળીના ભાવ રૂ.૭૧થી ૨૪૧નાં હતાં. જ્યારે સફેદમાં ૧૦૭૦૦ કટ્ટાનાં વેપાર સામે સફેદ ડુંગળીના ભાવ રૂ.૧૦૬થી ૧૫૬નાં હતાં.

મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ઊંચામાં રૂ.૩૩૫ સુધી બોલાયાં…

મહુવામાં લાલ ડુંગળીનાં ૩૫૭૪૮ થેલાનાં વેપાર સાથે લાલ ડુંગળીના બજાર ભાવ રૂ.૭૫થી ૩૩૫નાં હતાં. જ્યારે સફેદમાં ૯૯ હજાર થેલાનાં વેપાર સાથે મહુવા ડુંગળીના ભાવ રૂ.૧૪૫થી ૨૦૭નાં હતાં.

Leave a Comment