લસણનાં ભાવ ટૂકાગાળા માટે ટકેલા રહેશે: લસણ રાખવું કે વેચવામાં ફાયદો?

WhatsApp Group Join Now

Telegram Group Join Now


ગુજરાતમાં હાલ તમામ માર્કેટિંગ યાર્ડ છેલ્લા પંદર દિવસથી બંધ પડ્યાં છે, પરિણામે લસણની કોઈ જ હરાજી થતી નથી. બીજી તરફ કેટલાક ખેડૂતો ગામડે બેઠા વેચાણ કરી રહ્યા છે.

ખેડૂતોને હાલની સ્થિતિમાં જો પૈસાની જરૂરિયાત હોય તો લસણનું વેચાણ કરવું જોઈએ. અત્યારે બંધ બજારે બજારનો તાગ મેળવવો મુસ્કેલ હોય છે, પરિણામે વેપારીઓ પોતાની ઈચ્છા મુજબના લસણનાં બજાર ભાવ થી ખરીદી કરી રહ્યા છે.

પંદરેક દિવસમાં યાડો ફરી પહેલાની જેમ જ ચાલુ થઈ જશે. સંભવત ત્રીજી મેથી કેટલાક મોટા યાર્ડ ચાલુ થાય તેવી પણ સંભાવનાં છે, પરિણામે ખેડૂતોએ હાલ જરૂરિયાત ન હોય તો લસણ વેચાણ કરવાથી દૂર રહેવું જોઈએ.

કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ લસણની માંગ સારી નીકળશે અને આ વર્ષે ગુજરાતનું લસણ સમગ્ર દેશમાં સારી ક્વોલિટીનું હોવાથી આજ નહીં તો કાલે પણ સારા ભાવ મળવાનાં છે.


આમ પણ ખેડૂતો લસણને છ-૧૨ મહિના સાચવતા હોય છે તો આ વર્ષે પણ પૈસાની તાકીદે જરૂર ન હોય તો રાખી મુકવામાં ફાયદો છે. લસણમાં સાવ મંદી થઈ જાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

આગળ ઉપર બજારમાં સરેરાશ ભાવ સારી ક્વોલિટીનાં રૂ.૧૧૦૦ થી ૧૪૦૦ વચ્ચે રહે તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment