મગફળીની પાંખી વેચવાલી જોવા મળી રહી છે. ગોંડલમાં જાડી મગફળીમાં રૂ.૨૦થી ૩૦નો ઘટાડો થયો હતો, જ્યારે બીજા સેન્ટરમાં ટીજે-જાવા ક્વોલિટીની મગફળીની આવકો બહુ ઓછી થવા લાગી હોવાથી તેનાં ભાવ રૂ.પથી ૧૦ સુધર્યા છે, જેને પગલે સીંગદાણાની બજારમાં પણ આજે સુધારો જોવા મળ્યો હતો.
સીંગદાણામાં જાવા-ટીજે ક્વોલીટીમાં રૂ.૫૦૦થી ૧૦૦૦નો ઉછાળો આવ્યો
આગામી દિવસોમાં મગફળીની સરકારી ખરીદો ઉપર પણ બજારનો આધાર રહેલો છે. મગફળીની દૈનિક આવકો સમગ્ર ગુજરાતમાં હાલ ૧ થી ૧.૧૦ લાખ ગુણી વચ્ચે થઈ રહી છે, જે એક તબક્કે વધીને ૧.૨૫ લાખ ગુણીની ઉપર પહોંચી ગઈ હતી.
રાજકોટ-ગોંડલમાં છેલ્લે આવક થઈ ત્યારે આવકો સારીહતી, પરંતુ હવે બીજી વાર આવકો થાય ત્યારે આટલી આવક ન આવે તેવી વાત વેપારીઓ કરી રહ્યાં છે. ગોંડલમાં ૨૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા.
ભાવ જી-ર૦માં રૂ.૬૦૦થી ૧૦૫૦, રોણહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૮૫૦ થી ૧૦૪૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦ થી ૧૦૬૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૯૮૦ થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૯૬૦ થી ૯૮પનાં ભાવ હતાં.
જામનગરમાં ૨૦ હજાર ગુણીની આવક થઈ હતી અને ૪૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૫૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૭૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.
મહુવામાં ૭૩૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ રૂ.૧૦૧૧ થી ૧૨૫૪, જી-પમાં રૂ.૯૯૦ થી ૧૧૮૨ અને જી-૨૦માં રૂ.૮૭ર થી ૧૦૮૬નાં ભાવ હતાં. હળવદમાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૦૬૪નાં ભાવ હતાં.
ડીસામાં ૨૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૪રનાં હતાં. હિંમતનગરમાં ૭ થી ૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૭૫ થી ૧૩૦૦નાં ભાવ હતાં.