મગફળીની આવકોમાં ઘટાડો થતા મગફળીના ભાવ માં અને સીંગદાણાના ભાવમાં વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ઈદની રજાને કારણે ગોંડલ અને ઉત્તર ગુજરાતના કેટલાક મોટા મગફળીનાં પીઠાઓમાં રજા હતી, જેને પગલે મગફળીની આવકો સરેરાશ ઓછી જોવા મળી હતી. બીજી તરફ સીંગદાણામાં પણ નિકાસ વેપારો અને લોકલ તહેવારોની પણ માંગ નીકળી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ અને સીંગદાણામાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦ની તેજી આવી હતી.

real time commodity market price of peanut income low in Gujarat groundnut price and singdana price hike
મગફળીની આવકોમાં ઘટાડો થતા મગફળીના ભાવ માં અને સીંગદાણાના ભાવમાં વધારો

ગુજરાતમાં મગફળીની બજાર

સીંગદાણાના વેપારીઓ કહે છે કે મગફળીની આવકો હવે આગામી દિવસોમાં કેવી આવે છે તેનાં ઉપર આધાર છે. નીચા ભાવને કારણે વેચવાલી ખેડૂતોની અટકી ગઈ હતી. જો ભાવ ફરી સારા થશે તો બજારમાં વેચવાલી આવી શકે છે. ખેડૂતો હવે સરકારી ખરીદી શરૂ થાય ત્યા સુધી નીચા ભાવ મળશે તો રાહ જોઈ શકે છે. ડીસા બાજુ પણ મગફળીની આવકો એક-બે દિવસ એકાદ લાખ ગુણીની આવ્યાં બાદ હવે ૭૦ હજાર આસપાસ બે દિવસથી સ્થિર થઈ રહી છે.

ગુજરાતમાં સીંગદાણાનાં ભાવમાં વેપારના કારણે ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦નો સુધારો…

આ પણ વાંચો : 

હળવદ મગફળીના ભાવ

હળવદમાં મગફળીની મંગળવારે ૩૦ હજાર ગુણીની આવક હતીઅને ભાવ કોકાકોલામાં રૂ.૯૨પ થી ૯૭૦ અને સારા માલમાં રૂ.૧૦૫૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

જામનગર મગફળી ના ભાવ

જામનગરમાં મગફળીની ૬ હજાર ગુણીની આવક હતી અને સાઉથનાં બાયરોની લેવાલીનાં પગલે બજારને ટેકો મળ્યો હતો. ભાવ હરાજીમાં જીણીમાં રૂ.૮૫૦ થી ૧૩૬૦ અને જાડી-જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

ઉત્તર ગુજરાત મગફળીના ભાવ

ડીસામાં ૭ર હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૦ થી ૧૨ર૬રનાં ભાવ હતાં. પાલનપુરમાં ૨૮ હજાર ગુણી, પાથાવાડામાં ૩પ હજાર ગુણીની આવક થઈ હતી. આજે બુધવારે તમામ પીઠાઓમાં આવકો સારી થાય તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment