ડુંગળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને નાશીકમા વેચવાલી બહુ ઓછી છે, જેને પગલે સારી ડુંગળીનાં ભાવ આજે વધીને મણનાં રૂ.૬૦૦ની ઉપર પહોંચ્યાં હતાં.
આગામી થોડા દિવસ ભાવ હજી સારા રહેશે, પંરતુ ખરીફ પાકોની આવકો શરૂ થયા બાદ બજારો ડિસેમ્બરથી થોડા નીચા આવે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.
ડુંગળીની બજારમાં થોડા સમય માટે ભાવ મજબૂત રહેશેઃ ગુજરાતમાં સરેરાશ વાવેતર સારા થવાની ધારણાં…
મહુવામાં લાલ ડુંગળીની ૨૫૩૫ થેલાની આવક સામે ભાવ રૂ.૧૭૨ થી ૬૦૧નાં હતા. જ્યારે સફેદમાં ૧૧૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૭૮ થી ૬૦૦નાં ભાવ હતાં.
- દિવાળી પછી ગુજરાતમાં મગફળીની આવકમાં ઘટાડો, મગફળીના ભાવમાં ફરી ઉછાળો
- ગુજરાતમાં આજથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ થશે.
- શિયાળુ ઘઉં વાવેતરમાં બિયારણ ની માંગ નીકળતા ઘઉંના ભાવ માં ઉછાળો
- ગુજરાતમાં કપાસની આવક માં સતત વધારો છતાં કપાસના ભાવ માં તોતિંગ ઉછાળો
ગોંડલમાં પાંચ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૨૧ થી ૫૭૬નાં હતાં. રાજકોટમાં ૨૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૬૦ થી ૫૫૧નાં હતાં.
નાશીક લાસણગાંવ મંડીમાં ડુંગળીની ૧૮૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ ઉન્હાલ કાંદામાં રૂ.૧૦૦૦ થી ૩૩૦૩ અને મોડલ ભાવ રૂ.૨૮૪૧નાં હતાં. જ્યારે લાલ કાંદામાં રૂ.૨૦૬૧ થી ર૬૧૧નાં ભાવ હતાં. જ્યારે મોડલ ભાવ રૂ.૨૦૬૧નાં હતાં.
ડુંગળીમાં આવકો હજી ખાસ નથી અને ટૂંકાગાળામાં આવકો વધે તેવી પણ સંભાવનાં દેખાતી નથી.