ગુજરાતમાં શિયાળુ ઘઉં વાવેતરમાં બિયારણ ની માંગ નીકળતા ઘઉંના ભાવ માં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ઘઉંમાં વાવેતરની સિઝન ટાણે ઘઉંનાં ભાવ ઊંચા છે. વૈશ્વિક બજારમાં ઘઉંનાં ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યાં હોવાથી ભારતીય બજારમાં પણ સરેરાશ ભાવ ઊંચા છે.

આગામી દિવસોમાં ઊંચા ભાવથી નિકાસ વેપારો થશે તો સ્થાનિક ભાવ હજી થોડા ઊંચા આવી શકે છે. એક સપ્તાહ સુધી યાર્ડોમાં અને કંપનીઓમાં રજા છે, પંરતુ લાભપાંચમથી પીઠાઓ ખુલ્યાં બાદ બજારમાં માંગ કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

ઘઉંનાં ભાવ હાલ માર્કેટિંગ યાર્ડોમાં મિલબર ક્વોલિટીનાં રૂ.૪૦૦ આસપાસ, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૪૨૦ થી ૪૫૦ અને સારી ક્વોલિટીનાં ભાવ રૂ.૪૫૦ થી ૫૫૦ સુધીના ભાવ છે.

ઘઉં સહિતના શિયાળુ પાકોના વાવેતરની સીઝન આવી ગઈ છે, અને કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ વાવણી પણ ચાલુ કરી દીધી છે…

બિયારણબર ઘઉનાં ભાવ રૂ.૫૦૦ની ઉપર ક્વોટ થાય છે. બિયારણની મોટા ભાગની ઘરાકી પૂરી છે, પંરતુ ચાલુ સપ્તાહ દરમિયાન જે બાકી રહે એ થોડી ઘરાકી પણ દેખાશે. આગામી સપ્તાહ સુધીમાં વાવેતરનો ટ્રેન્ડ જરા ખ્યાલ આવી જશે. બિયારણની માંગ કેવી રહે છે તેનાં ઉપર પણ બજારનો આધાર રહેલો છે.

ખેડૂતોને બીજા પાકોમાં સારા ભાવ દેખાતા હોવાથી ઘઉંના વાવેતર ઉપર અસર પહોંચી શકે છે, આ વર્ષે ઘઉંના વાવેતર ધારણા કરતા ઓછા થાય એવું અનુમાન છે…

સમગ્ર દેશમાં ઘઉંનાં વાવેતર શરૂઆતનાં તબક્કે ખાસ વધ્યાં નથી, પંરતુ ૧૫મી નવેમ્બરનાં આંકડાઓ આવ્યાં બાદ શરૂઆતનો ટ્રેન્ડ ખ્યાલ આવશે. ઘઉંનાં ભાવમાં ટૂંકાગાળા માટે ઘટાડો થાય તેવું લાગતું નથી અને નવી સિઝન સુધી ભાવ ઊંચા રહેશે.

હાલ નિકાસ વેપારો સારા છે અને ચાલુ વર્ષે કુલ ૪૫ લાખ ટન ઘઉંની નિકાસ થવાનો અંદાજ અમેરિકાની કૃષિ સંસ્થાએ મૂક્યો છે, જે ગત વર્ષે ૨૦થી ૨૧ લાખ ટન જેવી નિકાસ થઈ હતી.

Leave a Comment