Jeera price today in Gujarat: જીરૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા. ત્રણ દિવસની રજા બાદ આજે વાયદા બજારો ખુલતા બજારમાં મજબૂતાઈ હતી અને મામૂલી સુધારો થયો હતો. બીજી તરફ હાજરમાં પણ મણે રૂ.૫૦થી પપનો વધારો થયો હતો.
મુખ્ય મુદ્દાઓ
ઉંઝામાં બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં
જીરૂની આવકો ઉંઝામાં ઘટીન ૧૦ હજાર બોરી આસપાસ થઈ ગઈ છે, જો આવક હજી પણ ઘટશે તો બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં છે. જો જીરૂમાં વેચવાલી વધશે તો બજારો ફરી ઘટી જાય તેવી ધારણા છે. હાલમાં જીરૂમાં નિકાસ વેપારો ખાસ નથી અને જૂન વાયદાની એક્સપાયરી બાદ બજારમાં કેવી મુવમેન્ટ આવે છે તેનાં પર બજારનો આધાર રહેલો છે.
ચાઈનામાં જીરૂની માંગ અને નવો પાક
ચાઈનાનો નવો ક્રોપ ચાલુ થઈ ગયો છેઅને તેનાં નિકાસ શિપમેન્ટ પણ પંદરેક દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણાં હોવાથી ભારતીય જીરૂની માંગ ઘટી જાય તેવી ધારણાં છે. જીરૂ જૂન વાયદો રૂ.૩૦ વધીને રૂ.૨૮૫૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
સેન્ટર-ક્વોલિટી | ભાવ | ફેરફાર |
---|---|---|
ઉંઝા આવક-નવું | 10000 | -1000 |
ઉંઝા સુપર | 5500-5550 | 0 |
ઉંઝા બેસ્ટ | 5400-5500 | 50 |
ઉંઝા મિડિયમ | 5300-5400 | 50 |
ઉંઝા એવરેજ | 5100-5300 | 50 |
ઉંઝા ચાલુ | 5000-5100 | 50 |
રાજકોટ આવક | 1400 | 0 |
રાજકોટ એવરેજ | 4800-5200 | 0 |
રાજકોટ મિડિયમ | 5200-5300 | 0 |
રાજકોટ સારું | 5300-5400 | 0 |
રાજકોટ યુરોપીયન | 5400-5475 | 0 |
રાજકોટ કરિયાણાબર | 5475-5550 | 0 |
સેન્ટર-ક્વોલિટી | ભાવ | ફેરફાર |
---|---|---|
સૌરાષ્ટ સિગિપર ૦.પ ટકા | 5850 | 50 |
સૌરષ્ટ્ર સિંગાપુર એક ટકા | 5800 | 50 |
સૌરષ્ટ્ર સિંગાપુર બે ટકા | 5750 | 50 |
સૌરાષ્ટ યુરોપ | 6075 | 50 |
શોર્ટેક્સવક-નવું | 6125 | 50 |