Union Budget 2023 Live Updates : કેન્દ્રીય બજેટ 2023 કૃષિને શું અસર કરશે?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

પ્રધાનમંત્રી મોદીએ એક દિવસ પહેલા આપ્યો મોટો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટને લઈને દરેકને ઘણી અપેક્ષાઓ છે. બજેટમાં લોકોને શું મળ્યું તે 1 ફેબ્રુઆરી બુધવારે સવારે 11 વાગ્યે સંસદમાં શરૂ થશે અને તમે અહીં લાઈવ અહીં જાણી શકશો. અને ગુજરાતનું બજેટ ફેબ્રુઆરી 24 2023 ના રોજ રજુ થશે.

મુખ્ય મુદ્દાઓ:

Union Budget 2023 Live : શું થયું સસ્તુ અને મોંઘુ

સસ્તુ

  • જેમ્સ અને જ્વેલરી
  • કપડાં
  • મોબાઇલ ફોન ચાર્જર
  • હીરા
  • ઇલેક્ટ્રિક વાહનો
  • ઓટોમોબાઈલ
  • સાયકલ
  • LED ટીવી
  • બાયોગેસ સાથે જોડાયેલી વસ્તું
  • મોબાઈલ

મોંઘુ

  • કૃત્રિમ ઘરેણાં (સોના-ચાંદી)
  • છત્રી
  • ઇયરફોન
  • હેડફોન
  • લાઉડસ્પીકર
  • સોના અને ચાંદીના દાગીના
  • સિગારેટ
  • કિચન ચીમની
  • વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ
  • ઇલેક્ટ્રિક રમકડાં
  • એક્સ-રે મશીન
  • સોલર સેલ

Union Budget 2023 Live : પાનકાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખપત્ર તરીકે ચાલશે- નિર્મલા સીતારમણ

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખ તરીકે ચાલશે, બજેટમાં ઈલેક્ટ્રીક વાહનો, ઓટો મોબાઈલ, રમકડા, દેશી મોબાઈલ સસ્તા થશે. જ્યારે ચીમની, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરાના લેન્સ, સિગારેટ, સોના-ચાંદી, પ્લેટિનમ મોંઘા થશે.

Union Budget 2023 Live : બજેટમાં મહિલાઓને સશક્ત બનાવવા પર મુકાયો ભાર- નિર્મલા સીતારમણ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યુ કે આ બજેટમાં ચાર વસ્તુઓ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમા મહિલાઓને સશક્ત બનાવવા, પર્યટન માટે કાર્ય યોજના, વિશ્વકર્મા (કારીગરો) માટે પહેલ અને હરિત વિકાસને બજેટમાં કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.

Union Budget 2023 Live : લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવી

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન તેમના ભાષણમાં જણાવ્યુ કે કસ્ટમ ડ્યુટી, સેસ, સરચાર્જ દરમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. રમકડા પર લાગતો ટેક્સ ઘટાડીને 13 ટકા કરવામાં આવ્યો છે. રમકડા હવે સસ્તા થઈ જશે. એ ઉપરાંત સાઈકલ પણ સસ્તી થશે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે.


Union Budget 2023 Live : મહિલાઓ માટે ખાસ બચત યોજના

બજેટમાં મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી યોજના અંગે પીએમ મોદીએ કહ્યું કે આ બજેટમાં મહિલાઓ માટે ખાસ બચત યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે. આ બજેટ સહકારી સંસ્થાઓને ગ્રામીણ અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર બનાવશે. નવી પ્રાથમિક સહકારી સંસ્થાઓ બનાવવાની મહત્વકાંક્ષી યોજના પણ આ બજેટમાં જાહેર કરવામાં આવી છે.

Union Budget 2023 Live : ભારતીય મિલેટ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે ઈન્ડિયન મિલેટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ટેકો આપવામાં આવશે.

Union Budget 2023 Live : વરિષ્ઠ નાગરિકોને બજેટમાં રાહત

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમ માટેની મર્યાદા હવે 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે.


Union Budget 2023 Live : વર્ષ 2023-2024 માં ટેક્સ માં શું બદલાવ થયો?

  • 0 – 3 લાખ પર કોઇ ટેક્સ નહીં
  • 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા
  • 6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયાની કમાણી પર 10 ટકા
  • 9 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા
  • 12 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 20 ટકા
  • 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30 ટકા

Union Budget 2023 Live : આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરાઈ

આ સાથે બજેટમાં પગારદારોને મોટી રાહત આપવામાં આવી છે. આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરાઈ છે.


Union Budget 2023 Live : આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરાઈ

આ સાથે બજેટમાં પગારદારોને મોટી રાહત આપવામાં આવી છે. આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરાઈ છે.

Union Budget 2023 Live : આટલી ચીજ વસ્તુઓ થશે મોંઘી

  • રસોઈ ગેસ ચીમની મોંઘી થશે
  • સોના-ચાંદીથી બનેલી જ્વેલરી મોંઘા થશે
  • સિગારેટ મોંઘી થશે
  • આયાતી દરવાજા મોંઘા થશે

Union Budget 2023 Live : LED ટેલિવિઝન, મોબાઈલ ફોન અને કેમેરા સસ્તા થશે

  • ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
  • બાયો ગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે
  • રમકડાં, સાયકલ સસ્તી થશે
  • LED ટેલિવિઝન સસ્તા થશે
  • મોબાઈલ ફોન, કેમેરા સસ્તા થશે

Union Budget 2023 Live : મહિલા બચત પત્ર યોજના શરૂ કરવામાં આવશે

આ સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મહિલા બચત પત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં 2 લાખની બચત પર 7 ટકા વ્યાજ આપવામાં આવશે.

Union Budget 2023 Live : રેલવેની કાયાપલટ થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી. તો સાથે ઘણી નવી ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

Union Budget 2023 Live : 30 આંતરરાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રો સ્થાપવામાં આવશે

  • ટોચના શૈક્ષણિક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ સેન્ટર ઑફ
  • 30 આંતરરાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રો સ્થાપવામાં આવશે
  • હવે ગટર સફાઈ માત્ર મશીનો આધારિત જ થશે
  • 7000 કરોડના ખર્ચે ઈ-કોર્ટનો ત્રીજો તબક્કો શરૂ થશે
  •  ટોચના શૈક્ષણિક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ સેન્ટર ઑફ એક્સલન્સ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે

Union Budget 2023 Live : PAN કાર્ડ ઓળખ કાર્ડ તરીકે માન્ય રહેશે

  • KYC અને ITC ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવશે
  • તો ગરીબો માટે 79000 કરોડ ફાળવવામાં આવ્યા
  • 5G માટે 100 લેબ વિકસાવવામાં આવશે
  • PAN કાર્ડ ઓળખ કાર્ડ તરીકે માન્ય રહેશે
  • ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75000 કરોડનું રોકાણ થશે

Union Budget 2023 Live : 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે

  • 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી
  • શહેરી માળખાકીય વિકાસ ફંડની સ્થાપના કરવામાં આવશે
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 33 ટકા ખર્ચ વધારવામાં આવશે
  • આદિજાતિ મિશન માટે 15 હજાર કરોડ ફાળવવામાં આવશે
  • નેશનલ ડેટા પોલિસી લાવવામાં આવશે

Union Budget 2023 Live : રેલવે માટે 2.4 લાખ કરોડ ફાળવવામાં આવશે

  • અનુસૂચિત જનજાતિ માટે 15000 કરોડ
  • પીએમ આવાસ યોજના માટે 66% ફાળવણી વધશે
  • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ભંડોળ ઉપલબ્ધ થશે
  • કર્ણાટકમાં દુષ્કાળ માટે 5300 કરોડની ફાળવણી કરવામાં આવશે
  • રેલવે માટે 2.4 લાખ કરોડ આપવામાં આવશે
  • 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે

Union Budget 2023 Live : મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન

મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવશે. સદીઓથી પોતાના હાથે પરંપરાગત કામ કરનારાઓને વિશ્વકર્માના નામથી સંબોધવામાં આવે છે. પ્રથમ વખત તેમના માટે સહાય પેકેજ ફાળવવામાં આવ્યું છે.

Union Budget 2023 Live : કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.

Union Budget 2023 Live : ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે

તો આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર વિશેષ ભાર આપવામાં આવશે. તો કૃષિ વર્ધક નિધિ તેમને કૃષિ સ્ટાર્ટઅપ્સ ખોલવા માટે પ્રોત્સાહિત કરવા માટે કૃષિ વર્ધક નિધિ આપવામાં આવશે. તો લોનમાં ખેડુતોને એક વર્ષ માટે છુટ આપવામા આવી છે. તો સાથે નાણા પ્રધાને જણાવ્યું કે, અમે વિશ્વમાં અનાજના સૌથી મોટા ઉત્પાદક અને બીજા સૌથી મોટા નિકાસકાર છીએ.


Union Budget 2023 Live : કૃષિ માટે કોઈ જંગી ખર્ચ નથી

PM-કિસાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં હાલના રૂ. 6,000 પ્રતિ ખેત પરિવાર પ્રતિ વર્ષથી કોઈ વધારો થયો નથી. મોદી સરકાર સંભવતઃ ડિસેમ્બરમાં ચૂંટણી નજીક આવીને ગનપાઉડર સૂકવવા માંગે છે. કૃષિ ક્ષેત્રની મોટાભાગની યોજનાઓમાં જંગી ખર્ચ હોય તેવું લાગતું નથી.

Union Budget 2023 Live : કૃષિ ક્ષેત્ર માટે ગ્રીન બજેટ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે

એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ (કૃષિ વર્ધક નીતિ)ની ઘોષણા – આ ફંડ મારફતે એગ્રી સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાના ઇનોવેટિવ સોલ્યુશન લવાશે. બાગાયતી કાર્યક્રમ – 2200 કરોડ રૂપિયાની જોગવાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા અપાશે ભારતને મિલ્ટ્સનું ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર છે
  • કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે
  • એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ (કૃષિ વર્ધક નીતિ)ની ઘોષણા – આ ફંડ મારફતે એગ્રી સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાના ઇનોવેટિવ સોલ્યુશન લવાશે.
  • બાગાયતી કાર્યક્રમ – 2200 કરોડ રૂપિયાની જોગવાઇ, આત્મનિર્ભ ક્લિન પ્રોગ્રામ લોન્ચ કરાશે
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા અપાશે
  • ભારતને મિલ્ટ્સનું ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર છે
  • કોટનની માટે પીપીપી પ્રોગ્રામ હેઠલ પ્લાન તૈયાર કરાશે
  • કૃષિ ધિરાણ માટેનો ધિરાણ લક્ષ્ય વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરાયો
  • કૃષિ ક્ષેત્ર માટે સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે.
  • 63000 પ્રાયમરી એગ્રી ક્રેડિટ સોસાયટી બનાવાશે
  • પીએમ મત્સ્ય સપંદા યોજના – પીએમ મત્સ્ય સંપદા યોજના શરૂ કરાશે, બજેટમાં મોટી જોગવાઇ કરાઇ

Union Budget 2023 Live : ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે – નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણે કહ્યું કે, 2.2 લાખ કરોડ ની ખેડુતોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. તો આગામી સમયમાં ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે તો વિશેષ સહાય પણ આપવામાં આવશે. કપાસ ખેતી માટે PPP મોડેલ પર જોર આપવામાં આવશે. તો મોટુ અનાજ ઉગાવવા માટે 2200 કરોડનું ફંડ આપવામાં આવશે. તો માછીમારો માટે માછલી પાલન યોજના શરૂ કરવામાં આવશે. માછીમારો માટે 6000 કરોડ ફાળવવામાં આવશે.

Union Budget 2023 Live : બજેટમાં અમારી 7 પ્રાથમિકતાઓ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, PM વિશ્વ કૌશલ વિકાસ યોજના લાવવામાં આવશે. તો આ માટે સહાય પેકેજ પણ ફાળવવામાં આવશે.  તો વધુમાં કહ્યું કે, બજેટમાં અમારી 7 પ્રાથમિકતાઓ રહેશે.આ સપ્તઋષિ ની જેમ હશે, જેમાં પ્રથમ પ્રાથમિકતા સૌ નો સાથ સૌનો વિકાસ.

અમૃત કાળનું પ્રથમ બજેટ – નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું કે, ભારતની સિદ્ધિઓને વિશ્વા વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ તો વધુમાં કહ્યું કે,આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.

Budget 2023 : બજેટ ગરીબ અને મધ્યમ વર્ગની તરફેણમાં રહેશે – પ્રહલાદ જોશી

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે, આ વખતનું બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના પક્ષમાં હશે. વધુમાં કહ્યું કે આ બજેટ શ્રેષ્ઠ બજેટ હશે. જોશીએ કહ્યું કે વિશ્વ ભારતના મોડલને સ્વીકારી રહ્યુ છે. ભારત આગળ વધી રહ્યુ છે અને આર્થિક વૃદ્ધિનુ સાક્ષી છે.

Prediction Budget 2023 : કિસાન સન્માન નિધિની રકમ વધી શકે છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે કિસાન સન્માન નિધિની રકમ બજેટમાં વધારી શકાય છે. ખેડૂતોને 6 હજારને બદલે 8 હજાર રૂપિયા મળી શકે છે. અને તેનાથી 11 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે.

Budget 2023 Global Market Indices :

બજેટ પહેલા શેરબજારમાં તેજી છવાઈ શકે છે, વિશ્વના મોટાભાગના બજાર ગ્રીન ઝોનમાં દેખાયા. શેરબજારને બજેટ સારું રહેવાની અપેક્ષા, સેન્સેક્સ 450 અંક અને નિફટી 0.85% ઉછાળા સાથે ખુલ્યા હતા.

Prediction Budget 2023 :

PM નરેન્દ્ર મોદીએ કહ્યું- ભારતના બજેટ પર સમગ્ર વિશ્વની નજર, સામાન્ય નાગરિકોની આશા પણ કરશે પૂર્ણ. Railway Budget ની ફાળવણીમાં 25%નો થઈ શકે વધારો, ટ્રેન સેવાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની તૈયારીમાં સરકાર.

Economic Survey 2023 :

1 ફેબ્રુઆરીથી બજેટસત્રનો પ્રારંભ, નાણાપ્રધાન રજૂ કરશે આર્થિક સર્વે, આવતીકાલે 2023-24નું રજુ કરાશે બજેટ, આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજુ, ભારતનો GDP ગ્રોથ 6.5 રહેવાનું અનુમાન.

Leave a Comment