Gujarat Monsoon Updates: ગુજરાતમાં મંગળવારે ચોમાસાનું આગમન થઈ ગયુ છે.જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યાના બીજા દિવસે જ નબળું થયાનું જણાવ્યુ છે.આ સાથે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે.
ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગ આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગુજરાતમાં મેઘ ગર્જના સાથે ચોમાસાની આગાહી
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, આવતીકાલે ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગુરૂવારે અમદાવાદ આણંદ , પંચમહાલ, દાહોદ , મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. આ સાથે તેમણે ચોમાસા અંગે જણાવ્યુ છે કે, નૈત્કત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોમાસું થોડું નબળું પડયુ છે.
આજે અને આવતીકાલે ગુજરાતના તમામ જીલ્લામાં વરસાદની અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી…
ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હળવા વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.