અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુર્યદેવ આકરા મિજાજમાં છે. ત્યારે આ સપ્તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. તા.રર-ર૩ મે એટલે કે બુધ-ગુરૂ સુધી હીટવેવનો માહોલ રહેશે.
ગુજરાતમાં ગુરુવાર સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવ, અને અમુક જિલ્લાઓમાં ગરમ પવન ફુંકાશે : ઓરેન્જ એલર્ટ જાહેર…
આ દિવસોમાં મહત્તમ તાપમાનની રેન્જ ૪૩.પ થી ૪પ ડીગ્રી વચ્ચે રહેશે. જયારે ત્યારબાદના દિવસોમાં તાપમાન ૪૧ થી ૪૪ ડીગ્રીની રેન્જમાં રહેશે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ માલદીવ, કોમોરીન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગો, નિકોબાર અને દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં બેસી ગયુ…
તેઓએ જણાવેલ કે દક્ષિણ – પશ્ચિમ ચોમાસુ માલદીવ, કોમોરીન વિસ્તાર, દક્ષિણમ બંગાળની ખાડીના અમુક ભાગો, નિકોબાર અને દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં તા.૧૯ મે ના બેસી ગયુ છે. જયારે તા.ર૩ મે સુધીમાં દક્ષિણ બંગાળની ખાડીમાં લો પ્રેસર થવાની શકયતા છે.
હવે ગરમીની વાત કરીએ તો ગઇકાલે સુરેન્દ્રનગર ૪પ.૩ (નોર્મલ થી ર.૮ ડીગ્રી ઉંચુ), ડીસા ૪પ.૧ (નોર્મલથી ૬.ર ડીગ્રી ઉંચુ) અમદાવાદ ૪૪.૯ (નોર્મલથી પ.૩ ડીગ્રી ઉંચુ), અમરેલી ૪૪.૬ (નોર્મલથી ૪.૩ ડીગ્રી ઉંચુ) ભાવનગર ૪૬.૬ (નોર્મલથી ૪.૭ ડીગ્રી ઉચું) રાજકોટ ૪૪.૧ (નોર્મલથી ૪.૭ ડીગ્રી ઉંચુ) અને વડોદરા ૪૪ (નોર્મલથી ૪.૭ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.
તા.રર-ર૩ સુધી તાપમાન ૪૩.પ થી ૪પ ડીગ્રીની રેન્જ ત્યારબાદ પારો ૪૧ થી ૪૪ ડીગ્રીની રેન્જમાં રહેશેઃ આકરો : તાપ – ગરમી વચ્ચે પવન ર૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે ફુંકાશેઃ તા.ર૩ મે સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે…
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.ર૬ મે સુધીની આગાહી કરતા જણાવેલ કે તા.રર – ર૩ મે સુધી ગુજરાત રાજયમાં હિટવેવ તેમજ બહુ ગરમ વાતાવરણમાં રહેશે. જે રેન્જ ૪૩.પ થી ૪પ ડીગ્રી વચ્ચે રહેશે.
ત્યારબાદ મહત્તમ તાપમાન ઘટશે. જે ૪૧ થી ડીગ્રીમાં આવવાની શકયતા છે. આગાહીનો સમયના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવનની સ્પીડ ર૦ થી ૪૦ કિ.મી. કલાકની ઝડપે ફુંકાવાની શકયતા છે.
ગુરૂવાર સુધી હીટવેવની હાલત રહેશે, ચાલુ સપ્તાહમાં પવનની ગતિ પણ તેજ રહેશે, 20 થી 40 કિ.મી.ની ઝડપે ગરમાગરમ પવન ફુંકાવાની સંભાવના.