Gujarat Weather Update monsoon: વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024 ની આગાહી કરી છે.
અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે.
- અશોકભાઈ પટેલની મોટી આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 22 થી 25 જુલાઈ 2024 ની છે.
- ગુજરાત રાજ્ય અને આસપાસના મજબૂત યુએસી તથા એમપી બાજુના યુએસી ના લોકેશન આધારિત રહેશે.
- મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
- શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે.
- ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
- ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે.
- ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે.
- આગાહી સમયના વધુ દિવસોમાં પવનનું જોર રહેશે.
બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા છે.
અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો આ મુજબ છે. ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે. મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે. શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં છે.