Gujarat Monsoon Rain Updates: ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિત રાજયના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડી રહ્યા ઈ. ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ પણ રાજયના કૅટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વીજળીના ચમકારાં અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે સોમવારે પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે,આજે, મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી છે.
ગુજરાતમાં વરસાદની સંભાવના
આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાવમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ર કરવામાં આવેલા ૧૧ જૂનના વરસાદના મેપ પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર, હવલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ૧૨ અને ૧૩મીએ છૂટાછવાયા સ્થળોપર સામાન્ય વરસાદ થઈ શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવલી તથા જુનાગઢ, અમરેલીમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
૧ર જૂન વરસાદની આગાહી
૧ ર જૂનના વરસાદના મેપ પ્રમાણે, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી,અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
૧૩ જૂન વરસાદની આગાહી
૧૩ જૂનના વરસાદના મેપ પ્રમાણે, નર્મદા, સુરત, ડાગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોપર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી
પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થઈ શકે છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરાનગર હવેલી,જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
૧૪ જૂન વરસાદની આગાહી
૧૪ જૂનના વરસાદના મેપ પ્રમાણે, સુરત ,નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોપર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
૧૫ જૂન વરસાદની આગાહી
૧૫ જૂનના વરસાદના મેપ પ્રમાણે, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર,હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પ૨ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું પ્રવેશ
ગુજરાતમાં આગામી ૨-૩ દિવસમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે. ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચ્યુ છે. રાજયમાં બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સંભવતઃ સૌરાષ્ટ્રના કાઠેથી ચોમાસું પ્રવેશ કરશે.
૧૬ જૂન વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજથી ૧૬ જૂન દરમિયાન રાજયમાં વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ગાધીનગર,વડોદરા, સુરત,અમરેલીઅત્તેભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
આ વર્ષે ચોમાસું ગત વર્ષ કરતા બાર દિવસ વહેલું છે, સૌરાષ્ટ્ર સહિત રાજયમાં વરસાદની સંભાવના છે.ચોમાસું નજીક આવતા જ સૌરાષ્ટ્રના ખેડૂતોએ કૃષિ વાવેતરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.