રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેતી ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદત તા.૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કૂલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત થશે.
આ સંસ્થા ગુજકોમાસોલ તરીકે ઓળખાય છે. સંસ્થાના ચેરમેન શ્રી દિલીપ સંધાણી અને ચીક એકઝીકયુટીવ ઓફીસર શ્રી દિનેશ સુથારના માર્ગદર્શન હેકળ ટેકાના ભાવે ખરીદીનું આયોજન થઇ રહું છે. ગઇકાલે સાંજ સુધીમાં 3,29,552 ખેડુતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે.
સંયુકત ખેતી નિયામકે પરિપત્ર પસિદ્ધ કર્યો છે કે, ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ર૦ર૪-રપ માં ખરીફ પાકો જેવા કે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવેલ છે.
મગફળી માટે 3,29,552 અડદ માટે 262, મગ માટે 690 અને સોયાબીન માટે 22,075 ખેડૂતો નોંધાયા. ગુજકોમાસોલ દ્વારા દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવતા સી.ઈ.ઓ. દિનેશ સુથાર…
ભારત સરકારએ વર્ષ ર૦ર૪-રપ મગફળી માટે રૂ. ૬૦૮૩ (રૂ. ૧૩૫૬.૩૦ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮૩૮ર (રૂ.૧૭૩૩.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ.૭૪૦૦ (રૂ. ૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે રૂ.૪૮૯ર (રૂ.૯૭૮.૪૦ પ્રતિ પણ) પ્રતિ કિવન્ટલ ટેકાના ભાત જાહેર કરેલ છે. ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે.
રાજયના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તા.૧૦ સુધી લંબાવવામાં આવેલ છે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવે છે. રાજયના ખેડુત ભાઈઓએ લાભ લેવા અનુરોધ છે.
વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તા. ૧૧ નવેમ્બર થી તા.૮ ફેબ્રુઆરી સુધી નક્કી કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે તમામ આગોતરું આયોજન હાથ ધરેલ છે.
ગુજકોમાસોલ દ્વારા તેના ભાગે આવતી ટેકાના ભાવની ખરીદી આવતા સોમવારથી શરૂ થશે. કુલ ૧૮૦ થી ૨૦૦ કેન્દ્રો પર ખરીદી થશે. જરૂરિયાત મુજબ મગફળી ખરીદ કેન્દ્રોમાં વધધટ કરવામાં આવશે.
ખેડુત દિઠ મહતમ ૪ હજાર કિલો મગફળીની ખરીદી થશે. ગુજકોમાસોલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, મહિસાગર, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ વગેરે જિલ્લાઓમાંથી ખરીદી કરશે.