જીરૂના પાકમાં આ વર્ષે મોટુ ગાબડું છે અને સટોડિયા હાલ રાજાપાઠમાં આવી ગયા હોઇ ત્યારે જીરૂમાં હજુ મોટી તેજીના ધારણા છે. ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યમાં જ જીરૂ પાકે છે અને બંને રાજ્યમાં જીરૂના પાકની સ્થિતિ ખરાબ છે.
ખેડૂતો એક વાત બરાબર જાણી લ્યે કે ઘટતા ભાવથી જીરૂમાં મણે રૂ.૧૦૦૦ થી ૧૨૦૦ વધી ગયા હોઇ જીરૂની આવક વધશે એટલે એક સાથે વેચવાલી આવતાં ભાવ ઘટશે તે નક્કી છે.
ભલે ગમે તેટલો પાક ઓછો હોય પણ ઊંચા ભાવ હોઈ ખેડૂતોની વેચવાલી પણ અગાઉના વર્ષો કરતાં મોટી હશે આથી જીરૂના ખેડૂતો જો ધીમે ધીમે વેચશે તો જ જીરૂના ભાવ ટકી જશે નહીંતર થોડો સમય માટે ભાવ ઘટી જશે.
- સૌરાષ્ટ્રના રાજકોટ માં નવા ઘઉંની આવકો શરુ, જૂના ઘઉંનાં ભાવમાં સ્થિરતાં
- સીંગદાણામાં મગફળીની વેચવાલી ઘટતા મગફળીનાં ભાવમાં સ્થિરતા
- ગુજરાતમાં ચણાની નવી આવકોમાં વધારો થતા ચણાના ભાવમાં ઉછાળો
- નાફેડ દ્વારા મગફળીનું વેચાણ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું હોવાથી મગફળીના ભાવ સ્થિર
આથી ખેડૂતોએ માર્કેટની સ્થિતિ અને પોતાની પૈસાની જરૂરિયાતને સમજીને જીરૂ વેચવાનો નિર્ણય કરવો. થોડો સમય રાહ જોશે તે ખેડૂતોને આગળ જતાં જીરૂમાં બહુ સારા પૈસા મળશે તે નક્કી છે.