કપાસમાં જૂનો સ્ટોક ઓછો હોવાથી કપાસના ભાવ ઊંચા રહેવાની ધારણા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

સૌરાષ્ટ્રમાં સર્વત્ર સારા વરસાદથી ખેડૂતો વાવણીમાં લાગી ગયા હોવાથી કપાસની આવકો હવે પૂરી થવાની તૈયારીમાં છે. આજે પીઠાઓમાં સિઝનની સૌથી ઓછી આવકો જોવા મળી હતી. બીજી તરફ કપાસનાં ભાવ પણ નીચી સપાટી પર આગળ વધી રહ્યાં છે.

આગામી દિવસોમાં રૂની ચાલ ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. સારો કપાસ આગામી દિવસોમા ઘટીને મણનાં રૂ.૨૦૦૦ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની માત્ર ચાર-પાંચ ગાડીની આવક હતી અને તેનાં ભાવ રૂ.૨૦૫૦ થી ૨૧૨૫ પ્રતિ મણનાં હતાં.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતેર ૧૫ થી ૨૦ ટકા વધવાની ધારણા હતી તેની બદલે માંડ બે થી ત્રણ ટકા વધ્યું છે. પંજાબમાં નહેરોમાં પાણી ન હોઈ ગત્ત વર્ષથી ૧૫ ટકા વાવેતર ઘટયું છે જ્યારે હરિયાણામાં પણ પાણીના અભાવે ગયા વર્ષ જેટલું જ વાવેતર થયુ છે.

રાજસ્થાનમાં કેટલાંક વિસ્તારમાં મોડેથી વરસાદ પડતાં ૧૦ ટકા વાવેતર વધ્યું છે. મહારાષ્ટ્રમાં અને તેલંગાનામાં કપાસનું વાવેતર બહુ મોટે પાયે વધે તેવું લાગતું નથી કારણ કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને સોયાબીનનું વાવેતર કરવાનુ વધુ આકર્ષણ છે કારણ કે સોયાબીન ચાર મહિનાનો પાક હોઈ રવિ સીઝનમાં ચણાનું વાવેતર કરવાનું બધાને આકર્ષણ છે.

તેલંગાનામાં ચાલુ વર્ષે ખેડૂતો ગુલાબી ઇયળને કારણે હેરાન થયા હોઇ ઊંચા ભાવ હોવા છતાં કેટલાંક ખેડૂતોને કપાસનું વાવેતર કરવું નથી. આથો બંને રાજ્યોમાં પણ કપાસનું વાવેતર ધારણા પ્રમાણે વધશે નહીં. વળી જૂનો સ્ટોક સાવ તળિયાઝાટક છે.

દેશના એકપણ રાજ્યમાં કપાસનો જૂનો સ્ટોક નથી આથી ડિસેમ્બર સુધી કપાસના ભાવ મણના ૧૭૦૦ થી ૨૦૦૦ રૂપિયા રહેશે તેવી ધારણા છે.

સરકારે રૂની આયાત ડયુટીની છુટ સપ્ટેમ્બર સુધી જ રાખી છે સપ્ટેમ્બર પછી રૂની આયાત પર ૧૧ ટકા આયાત ડયુટી ભરવો પડશે આથી મિલો સપ્ટેમ્બર પછી વિદેશનું સસ્તુ રૂ મંગાવી શકશે નહી જેને કારણે મિલોની માગ પણ સપ્ટેમ્બર પછી વધતી રહેશે.

ગુજરાતમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હોઇ સરકાર પણ કપાસના ખેડુતોને બોનસ આપે તેવો શક્યતા છે. આ બધું ભેગું થાય તો કપાસના ભાવ ડિસેમ્બર સુધી ઊંચા રહેવાની ધારણા છે.

Leave a Comment