ડુંગળી બજાર ભાવ : ડુંગળીના પાકની સ્થિતિ અને નવી આવકો પર ડુંગળના ભાવ નો આધાર રહેશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીના ભાવ સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો અને હવે ઓક્ટોબર આવી ગયો છે, પંરતુ ડુંગળીમાં તેજી થઈ નથી. ડુંગળીનાં ભાવ રૂ.૫૦ થી ૨૫૦ વચ્ચે સ્થિર છે.

ગુજરાતમાં ડુંગળીની ખાસ આવકો નથી, પંરતુ નાશીકમાં હજી ખેડૂતોનો માલ મોટો આવી રહ્યો છે અને સરેરાશ બજારમાં લેવાલી નથી.

સાઉથમાંથી નવો ડુંગળીની આવકો વધી રહી છે પરિણામે સાઉથવાળાની નાશીકમાંથી લેવાલી ઘટી રહી છે, જેને પગલે માંગ નથી અને બજારો ઊંચકાવા મુશ્કેલ છે.


આગળ ઉપર સરકાર દ્વારા કોઈ મદદ જાહેર થાય તો ખેડૂતોને રાહત થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. એ સિવાય ખાસ કોઈ મોટી હલચલ દેખાતી નથી.


ડુંગળીમાં દિવાળી સુધીમાં કિલોએ રૂ.૫નો સુધારો આવી શકે છે : ઘનશ્યામ પટેલ (મહુવા યાર્ડ ચેરમેન)

ડુંગળીનાં ચોમાસું પાકનાં વાવેતર સારા થયા છે પંરતુ પાકની સ્થિતિ હજી સુધી ખાસ સારી નથી. આગળ ઉપર પાકની સ્થિતિ અને નવી આવકો ક્યારે આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સંજોગમાં ભાવ વધવા મુશ્કેલ છે.

Leave a Comment