ગુજરાત સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકો વધી રહી છે અને એકલા ગોંડલમાં ૨૩ હજાર ગુણીની આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪૦ થી ૫૦ હજાર ગુણીની આવકનો અંદાજ છે.
મગફળીનાં બ્રોકરો કહે છે કે હાલનાં તબક્કે બજારમાં મજબૂતાઈ છે. નવી મગફળીની આવકો આ વર્ષે કટકે-કટકે જ આવશે.
નવરાત્રી દરમિયાન વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી આસપાસ કે તેનાં પછી જ ચાલુ થાય તેવી ધારણાં છે. સરકાર લાભ પાંચમથી ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવાની છે.
વેપારીઓ કહે છે કે જો નવરાત્રીમાં વરસાદ નહીં આવે તો દશેરા બાદ નવી મગફળીની આવકો સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને એકાદ લાખ ગુણીએ પહોંચી જાય તેવી ધારણાં છે.
મગફળીની ખુલતી સિઝનમાં ખાલી પાઇપ લાઇન અને સીંગદાણાવાળાની ખરીદીથી બજારો જળવાયેલી….
મગફળીની આવકો વધવા છત્તા સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. દાણાવાળા માલમાં રૂ.૧૦ થી ૧૫ સારા હતાં. બજારમાં સુકા માલ ઓછા આવે અને હવા ૨૦થી ઉપર આવે છે. જો ૧૫ જેવી હવા આવે તો બજારમાં માલની ઉપલબ્ધી વધી શકે છે.
નવી મગફળીની બજાર
નવી મગફળીની ગોંડલ માર્કેટ યાર્ડમાં ૨૩૦૦૦ બોરીની આવક હતી અને ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૪૦૦, ર૨૪ નંબરમાં રૂ.૧૨૦૦ થી ૧૫રપનાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૩૫૦નાં હતાં. રોહીણીમાં રૂ.૧૧૦૦થી ૧૪૦૦ના હતાં.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં નવી મગફળીની ૪૦૦૦ બોરીની આવક હતી અને ભાવ ૩૯ નંબરનાં રેઈન ડેમેજ રૂ.૧૦૨૦થી ૧૦૯૦ અને સારી રૂ.૧૧૨૦થી ૧૨૭૩૫નાં હતાં. ર૪ નંબર રોહીણીમાં રેઈન ડેમેજ રૂ.૧૦૫૦થી ૧૧૫૦, અને સારા માલ રૂ.૧૨૦૦થી ૧૩૪૦, ૩૭ નંબરમાં રેઈન ડેમેજ રૂ.૧૦૫૦થી ૧૧૦૦, સારામાં રૂ.૧૧૫૦થી ૧૩૦૦નાં ભાવ હતાં. એક એન્ટ્રી રૂ.૧૩૭૨માં ગઈ હતી.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં ૧૨૦૦થી ૧૫૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૧૫૦ થી ૧૫૫૦૦નાં હતાં.
ડીસા માર્કેટ માં ૯૫૦ બોરીની આવક હતી અને ઊંચામાં ભાવ રૂ.૧૦૫૧ રહ્યા હતા અને નીચામાં રૂ.૧૪૦૧ ભાવનાં હતાં.
જૂની મગફળીની બજાર
ગોંડલ માર્કેટ યાર્ડમાં જૂની મગફળીની ૩૦૦ બોરીની આવક હતી. ભાવ જી-ર૦માં ઊંચામાં રૂ.૧૧૦૦ અને નીચાં ભાવ રૂ.૧૩૦૦નાં હતાં.
વરસાદ નહીં આવેતો દશેરા બાદ નવી મગફળીની સમગ્ર સૌરાષ્ટ્રમાં એકાદ લાખ ગુણીની આવક થશે…
રાજકોટ યાર્ડમાં જૂની મગફળીની ૩૦૦ બોરીની આવક હતી અને નીચામાં ભાવ રૂ.૧૨૪૦ હતા અને ઊંચામાં ભાવ રૂ.૧૩૩૦નાં હતાં.
- મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
- કપાસનું ઉત્પાદન વધવાથી ખેડૂતોને સારા કપાસના ભાવ મેળવવા મકર સંક્રાંતિ સુધી રાહ જોવી પડશે
- જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે
- ગુજરાત અને નાશીકમાં મોટો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીના ભાવમાં નરમાઇ
સીંગદાણા ની બજાર
સીંગદાણામાં બજારો સારા હતાઅને ટને રૂ.૫૦૦ જેવો સુધારો હતો. જોકે આગામી દિવસોમાં મગફળીની વેચવાલી વધશે તો બજારો વધતા અટકી જાય અને ઘટે તેવી ધારણાં છે.