જીરા વાયદા બજાર : જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

હવે જીરૂમાં ખેડૂતો, વેપારીઓ કે શિકાસકારો કોઇ પાસે સ્ટોક નથી અને ભારત સિવાય આખા વિશ્વમાં કોઇ દેશ પાસે જીરૂ નથી.

આવી સ્થિતિ ગયા અઠવાડિયા જીરૂના ભાવ ત્રણ-ચાર દિવસ ઘટયા પણ ભાવ ઘટતાં જ મોટાપાયે ખરીદી આવતાં ફરી ભાવ વધવા લાગ્યા હતા.

તૂર્કી, સિરિયા, અફઘાનિસ્તાન, ઇરાન અને ચીન આ પાંચેય દેશોમાં જીરૂ તળિયાઝાટક છે અને નવા પાક છેક જુલાઈ-૨૦૨૩માં આવશે. ભારતમાં પણ જીરૂનો નવો પાક માર્ચ-૨૦૨૩માં આવશે.


આથી આવતાં ૧૧ મહિના આખા વિશ્વના કોઇપણ ખૂણે જીરૂની માગ ઉભી થશે તો ભારતને જ પુરી કરવાની રહેશે અને અહીં જીરૂ હવે તળિયા ઝાટક થવા લાગતાં આજે નહીં તો કાલે જીરૂના ભાવ વધીને મણના ૫૦૦૦ રૂપિયા, ૫૫૦૦ રૂપિયા અથવા તો ૬૦૦૦ રૂપિયા થશે તેવું ચોખ્ખું દેખાય છે.

હાલ જીરૂના ભાવ મણના ૪૬૦૦ થી ૪૮૦૦ રૂપિયા હતા તે એક વર્ષ અગાઉ ૨૩૦૦ થી ૨૫૦૦ રૂપિયા હતા.

Leave a Comment