જીરુંના ભાવ: જીરૂની બજારમા સટ્ટો ફરી જામ્યો છે અને હાજર વાયદાનાં ભાવ સરખા કરવાની લ્હાયમાં સટ્ટોડિયા બરાબરનો ખેલ ખેલી રહ્યાં છે. જીરૂમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટ્ટાકોય તેજી આવતા ભાવ રૂ.૩૦,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા.
આ તરફ ઉંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં ૨૦ કિલોએ રૂ.૪૦૦ થી ૫૦૦ની મંદી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં બજારોમાં વોલેટાલિટી વધારે રહે તેવી ધારણાં છે.
જીરૂ બેન્ચમાર્ક વાયદો રૂ.૧૬૭૦ વધીને રૂ.૨૯,૫૧૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની બજારમાં ભાવ હજી પણ વધે તેવી ધારણાં છે. ટેક્નિકલી જીરૂનાં ભાવ વાયદા કરતાં હાજરમાં ઘણા ઊંચા હોવાથી ડિમેટમાં માલ જત્તો નથી.
જીરૂમાં હાજર-વાયદામાં ઉલ્ટો ચાલ જોવા મળોઃ ઉઝામાં ૪૦ હજાર બોરીની આવક, ઉંઝામાં આવકો વધતા ભાવમાં ૨.૪૦૦થી ૪પ૦નો કડાકો , વાયદામાં રૂ.૧૬૪૦ વધ્યાં…
ગોંડલ યાર્ડ ખાતેથી મસાલાનાં એક વેપારી કહે છે કે ગત સપ્તાહનાં પ્રારંભે ૧૦૦૦ થી ૧૨૦૦ ગુણી જીરાની આવક હતી, આજે સોમવારે આવક વધીને બમણી એટલે કે ૨૫૦૦ થી ૩૦૦૦ ગુણીની થઇ છે. જીરાની બજાર વધી એમ ખેડતોની ટાર્ગેટે વેચવાલી વધી રહી છે. છેલ્લા દશ-૧૨ દિવસમાં જીરૂ પ્રતિમણ રૂ.૨૦૦૦ સુધર્યું છે. જે ભાવ રૂ.૪૪૦૦ હતા, એ વધીને રૂ.૬૨૦૦ થઇ ગયા છે આ સટ્ટાનો ખેલ કેટલો ચાલે ઈ નક્કી નહીં.
ઉંઝામાં ૪૦ હજાર બોરીની આવક હતી, જે ચાલુ મહિનાની સૌથી વધુ એક દિવસીય આવક હતી. ગોંડલ અને રાજકોટમાં પણ આવકો સારી હતી. ગોંડલમાં ૪૫૦૦ બોરીની આવક સામે વેપારો માત્ર બે હજાર બોરીના જ થયા હતા અને બજારો રૂ.૩૦૦ જેવા નરમ હતાં.
ઊંઝા યાર્ડ જીરૂનાં વેપાર માટેનું વડુ મથક કહી શકાય. ઊંઝામાં રાજસ્થાનમાંથી પણ જીરાનો મોટો પાક વેચાણ માટે આવતો હોય છે. ગત સપ્તાહે ૧૩, મે સોમવારે ઊંઝા મથકે જીરાની આવક ૬૦ હજાર બોરીની હતી, તે આજે સોમવાર, ૨૦, મે સોમવારનાં દિવસે વધીને ૭૦ હજાર થી ૭૫ હજાર બોરીની થઇ હતી. શનિવાર કરતાં જીરામાં મણે રૂ.૧૫૦ થી રૂ.૨૦૦ બજાર સારી હતી. સારા માલમાં આજે રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦નાં ભાવે વેપાર થયા હતા.
જીરામાં અત્યારે ચાઈના અને બાંગ્લાદેશમાં જીરાની બહુ થોડા પ્રમાણમાં નિકાસ થઇ રહી છે. ચાઈના , તુર્કી, સરિયાં, અફઘાનિસ્તાનનું જીરું જુલાઈમાં આવે એ પાક ઓછો આવવાની વાતોએ જોર પકડતા જીરામાં સટ્ટોડીયા સક્રિય થયા છે.
કન્ટેઈનર ડબ્બામાં સોડા થવા લાગ્યા છે. સટ્ટોડીયા ગમે તે રીતે બજારને ઊંચકાવવા માંગે છે એ કેટકે પહોંચીને બ્રેક મારે ઈ નક્કી ન કહેવાય. ખેડૂતોએ ચડતી બજારમાં એના ટાર્ગેટ નીકળવા માલની ભરી બંદૂક રાખવી.પૂરો માલ કાઢવાનો જીગર ન ચાલે તો 50 ટકા માલ વેંચીને નફો ગાંઠે બાંધી લેવામાં મુહૂર્ત ન જોવડાવવું.