fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

fig farming (અંજીરની ખેતી): બિહારમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ સબ્સિડી યોજનાની જાહેરાત કરી છે. બિહાર સરકારની અંજીર ફળ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને અંજીરના વાવેતરના બદલામાં ર૦૦૦૦ રૂપિયા સુધીની

સબ્સિડી આપવામાં આવશે. બિહાર્‌ સરકારનાં કૂષિ વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે સરકાર ખેડૂતોને ૪૦ ટકા સુધી સબ્સિડી આપશે. સરકારે અંજીરનાં છોડ લગાવવા માટે યુનિટ દિઠ ૫૦૦૦૦ રૂપિયાનો ખર્ચ ગણીને તેના ૪૦ ટકા એટલે કે ર૦૦૦૦ રૂપોયા સુધીની રાહત આપવાનું નક્કી કર્યું છે. ખેડૂતોને આ નાણાની ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવશે.

જેનાથી ખેડૂતોની ખેતીનો ખર્ચ આસાનીથી નીકળી જશે. અંજીરની ખેતીમાં (fig farming) હેક્ટર દિઠ ૬રપ છોડનું વાવેતર કરી શકાય છે. જેમાં બે છોડની વચ્ચેનું અંતર ચાર મીટરનું હોય છે. સરકારની ગણતરી પ્રમાણે એક હેક્ટર જમીનમાં અંજીરનું વાવેતર કરવામાં ૧૨૫૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

સરકાર આ યોજનાનાં પ્રમોશન માટે ખેડૂતોને શરૂઆતમાં એક હેક્ટરમાં ખેતી કરવા પ્રોત્સાહિત કરશે. એકવાર અંજીરનું વાવેતર કરવામાં આવે તો રપ થી ૩૦ વર્ષ સુધી ખેડૂત તેનો પાક લેતો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંજીર મધ્યમ કાળી અને લાલ જમીનમાં ઉગાડી શકાય છે. મોટા પ્રમાણમાં જો ચૂનાના પત્થરો સાથે ખારી કાળી જમીન હોય તો અંજીરનો પાક સારો ઉતરે છે.

પાણીનો નિકાલ થઇ શકે તેવી એક મીટર ઊંડી જમીન અંજીર માટે આદર્શ છે. જો કે વધુ પડતી કાળી માટી આ ફળના ઝાડ માટે હાનિકારક છે. આવી જમીનમાં અંજીરનું ઝાડ જમીનમાં જોઈએ તેટલું વધતું નથી. જે ખેડૂતો આ સબ્સિડીનો લાભ લેવા માગતા હોય તેમને બિહાર સરકારની વેબસાઇટ ઉપર સીધું રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે. અથવા તો કષિ વિભાગની ક્ચેરીમાં જઈને સીધું રજાસ્ટ્રિશન પણ કરાવી શકાશે.

રાજ્ય સરકારે આગામી ત્રણ વર્ષ માટે આ યોજના શરૂ કરી છે. જરુર પડે તો ખેડૂતોને તાલિમ આપવા માટે એજન્સી નિયુક્ત કરવાનું પણ સરકારનું આયોજન છે.

અંજીરના ઉત્પાદનમાં ભારત વિ શ્વમાં ૧ર મા સ્થાને રહે છે. મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ કર્ણાટક અને તામિલનાડુ પરંપરાગત રીતે અંજીરના ઉત્પાદનમાં મોખરે રહેતા હોય છે. પરંતુ હવે બિહાર સરકારે અમુક વિસ્તારોમાં અંજીરનાં વાવેતરનાં સફળ પ્રયોગ કર્યા છે.

જેની સફળતાથી પ્રેરાઈને સરકારે રાજ્યમાં અંજીરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૫૬૦૦ હેક્ટર વિસ્તારમાં અંજીરનું વાવેતર થાય છે અને ૧૩૮૦૦ ટન અંજીર પાકે છે.

Leave a Comment