Gujarat Weather Update: ગુજરાત રીજીયનમાં એક કરતા વધુ રાઉન્‍ડની શકયતા અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Weather Update: ગુજરાત હવામાન અપડેટ: ગુજરાત રીજીયનમાં વધુ સારો વરસાદ પડશે, એક કરતા વધુ રાઉન્‍ડની શકયતા, ૧૦ મી સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં છુટાછવાયા ઝાપટાથી માંડી હળવાથી મધ્‍યમ તો અમુક દિવસે સિમિત વિસ્‍તારમાં ભારે-વધુ ભારે વરસાદ પડી શકેઃ અશોકભાઈ પટેલની આગાહી, ગુજરાત રિજીયનને અડીને આવેલા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિસ્‍તારોમાં વધુ વરસાદ પડશેઃ બુધ-ગુરૂ પવનનું જોર રહેશે.

ચોમાસુ વરસાદની આગાહી:

  • ગુજરાત રીજીયન: ૩ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ આવશે.
  • સૌરાષ્ટ્ર અને કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના વિસ્તારોની સરખામણીએ વધુ વરસાદની શક્યતા છે.

હાલની સ્થિતિ:

  • પૂર્વ વિદર્ભ અને તેલંગાણા પરનું ડિપ્રેશન નબળું પડી ગયું છે.
  • તે વિદર્ભ તરફ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે.
  • માધ્યમ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર યુએસી (અલ્ટરનેટેટ સાયક્લોનિક સકર્યુલેશન) યથાવત છે.

વાસ્તવિક વરસાદ:

  • ગુજરાત: આગાહી અનુસાર, એક કરતા વધુ રાઉન્ડમાં વરસાદ થવાની શક્યતા.
  • સૌરાષ્ટ્ર અને કચ્છ: છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્યમ વરસાદ.
  • વિશિષ્ટ દિવસોમાં ભારે વરસાદની શક્યતા.

પવનની સ્થિતિ:

  • ૪/૫ સપ્ટેમ્બરે પવનની ઝડપ વધારે રહેશે.

અશોક પટેલની વરસાદની આગાહી

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૩ થી ૧૦ સપ્‍ટેમ્‍બર સુધીની આગાહી કરી છે. આ રાઉન્‍ડમાં ગુજરાત રીજીયનમાં સારો વરસાદ પડશે તો ગુજરાત રીજીયનને અડીને આવેલા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિસ્‍તારોમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં બાકીના વિસ્‍તારોની સરખામણીએ વધુ વરસાદ પડશે.

લો પ્રેશરમાં નબળું પડવાની શક્યતા

હાલ ની સ્‍થિતિજોઇએ તો ગઈકાલે પૂર્વ વિદર્ભ અને અડીને આવેલા તેલંગાણા પરનું ડિપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્‍યું હતું અને વિદર્ભના મધ્‍ય ભાગો અને આસપાસ નબળું પડી વેલ માર્કંડ લો પ્રેશરમાં પરિવર્તિત થયું. આજે તે વિદર્ભ અને નજીક માં આવેલા પશ્ચિમ મધ્‍ય પ્રદેશ તરફ લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને લો પ્રેશરમાં નબળું પડવાની શકયતા છે.

ચોમાસાની ધરીની હાલની સ્થિતિ

સી લેવલ પર ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, ઈન્‍દોર, વિદર્ભ અને આસપાસમાં આવેલ વેલ માર્ક્‍ડ લો પ્રેશર સેન્‍ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ અને ત્‍યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્‍ય બંગાળની ખાડી તરફ લંબાય છે.

પશ્ચિમી પ્રવાહોની ધરીની સ્થિતિ

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી Lat 31Þ અને Long 65°E. 5.8 કિમી સરેરાશ દરિયાની સપાટીથી ઉપર છે. મધ્‍ય પાકિસ્‍તાન અને નજીક આવેલા પશ્ચિમ રાજસ્‍થાન પર યુએસી ૧.૫ કિમી અને ૩.૧ કિમી વચ્‍ચે યથાવત છે.

નવું લો પ્રેશર આ તારીખથી સર્જાવવાની શક્યતા

૩.૧ કિમિ લેવલ માં એક બહોળું સાયક્‍લોનિક સકર્યુલેશન આંધ્રપ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલ છે. મધ્‍ય પશ્ચિમ અને લાગુ નોર્થ વેસ્‍ટ બંગાળ ની ખાડી પાર નવું લો પ્રેશર ૦૫મી સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ આસપાસ થવાની શકયતા.

ગુજરાતમાં વધુ રાઉન્ડમાં વરસાદની સંભાવના

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ તારીખ ૩ થી ૧૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ સુધીની આગાહી કરતા જણાવેલ કે , ગુજરાત રિજિયનમાં આગાહીના સમયગાળા દરમિયાન એક કરતા વધુ રાઉન્‍ડ વરસાદની શકયતા છે.

વરસાદ અને પવનની આગાહી

આગાહીના સમયગાળાના મોટા ભાગના દિવસોમાં ઠીક ઠીક વ્‍યાપક હળવો/મધ્‍યમ/ભારે વરસાદ ની શકયતા સાથે સીમિત વિસ્‍તારોમાં વધુ ભારે વરસાદની શકયતા. તારીખ ૪/૫ સપ્‍ટેમ્‍બરના પવનની ઝડપ વધુ રહે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા

જયારે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છઃ છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્‍યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો સીમિત વિસ્‍તારમાં ભારે તેમજ વધુ ભારે વરસાદની શકયતા.

ગુજરાતના આસપાસની વિસ્તારોમાં વધુ વરસાદ

ગુજરાત રિજિયનને અડીને આવેલા સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના વિસ્‍તારોમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના બાકીના વિસ્‍તારોની સરખામણીમાં વધુ વરસાદ અને કવરેજની શકયતા છે. પવનની ઝડપ તારીખ ૪/૫ સપ્‍ટેમ્‍બરના પ્રમાણમાં વધુ રહેવાની શકયતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment