સીસીઆઈ(CCI) એ ગુજરાતમાંથી કપાસની કુલ ૨.૪૦ લાખ ગાસંડીની ખરીદી કરી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશમાં સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની કપાસની ટેકાનાં ભાવથી ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે, પંરતુ સૌરાષ્ટ્રમાં ગોકળ ગતિએ ખરીદીની કામગિરી ચાલી રહી છે.

સીસીઆઈએ સમગ્ર દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૭ર લાખ ગાંસડીની ખરીદી કરી છે, જેમાંથી ગુજરાતમાંથી માત્ર ૨.૪૦ લાખ ગાંસડીની ખરીદી કરી છે.


સીસીઆઈનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીઆઈ એ ગુજરાત માંથી કુલ ૨.૪૦ લાખ ગાંસડીની ખરીદી કરી છે, જેમાંથી રાજકોટ બ્રાંચ હેઠળ સૌરાષ્ટ્રની ખરીદી ૪૦ હજાર ગાંસડીની થઈ છે, જ્યારે એ સિવાયનાં બાકીનાં ગુજરાતમાંથી કુલ ર લાખ ગાંસડીની ખરીદી કરી છે.

સૌરાષ્ટ્રમાંથી માત્ર ૪૦ હજાર ગાસંડોની ખરીદીઃ ઓલ ઈન્ડિયા ૪૨ લાખ ગાંસડીને પાર

તેમણે કહ્યું કે ગત વર્ષે સમગ્ર ગુજરાતમાંથી ૧૧ લાખ ગાંસડીની ખરીદી થઈ હતી. ગત વર્ષે કોરોના સંકટને પગલે જુલાઈ અંત સુધી પણ કપાસની ખરીદી ચાલુ રાખી હતી, પંરતુ આ વર્ષે સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ સુધી ચાલે તેવી સંભાવનાં છે.


કપાસની આવકો હવે ઘટવા લાગી છે અને ખરીદી સિઝનનાં અંત સુધી ચાલે તેવા સંજોગો ઓછા છે

ઉલ્લેખનયી છેકે કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઓલ ઈન્ડિયા લેવલે સપ્ટેમ્બર અંત સુધી ખરીદી ચાલુ રાખવાની જાહેરાત કરી છે, પંરતુ ગુજરાતમાંથી ખરીદો છેક સુધી ચાલુ રહે તેવા સંજોગો નથી.

સીસીઆઈએ આજ દિવસ સુધીમાં સમગ્ર દેશમાંથી કુલ ૭૨ લાખ ગાંસડી કપાસની ટેકાનાં ભાવથી ખરીદી કરી છે, જેમાં ગુજરાતનો હિસ્સો એકદમ ઓછો છે. સીસીઆઈ દ્વારા સાઉથમાંથી તેંલગણામાંથી સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે. તાજેતરમાં એજન્સીએ ખેડૂતોને થોડો-થોડો માલ લઈને જ આવાવની પણ સૂચના આપી છે, જેને પગલે પણ હવે ખરીદી ધીમી પડી શકે છે.

Leave a Comment