મગફળીમાં વેચવાલી ઘટી રહી છે અને લેવાલી સારી છે. પિલાણ મિલો અને દાણાવાળાની સાથે સારી ક્વોલિયીમાં બિયારણવાળાની ધૂમ ખરીદી છે. ઉનાળુ વાવેતર માટે બિયારણની અછત સર્જાશે તેવી સંભાવનાએ હાલ ઊંચા ભાવથી વેપારો કરી રહ્યા છે. બીજી તરફ ચાઈનાની દાણા અને તેલ બંનેમાં લેવાલી સારી હોવાથી બજારનો દોર હાલ તેજીવાળાનાં હાથમાં આવી ગયો છે.
ગોંડલમાં મગફળીની ૩૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૩ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦થી ૧૧૧૧, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં.
ગામડે બેઠા પણ પિલાણવાળા જી-૨૦ રૂ.૧૦૫૦ સુધીમાં લેવાલઃ હિમતનગરમાં રૂ.૧૪૫૫નાં ભાવ
રાજકોટમાં ૫૦ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૯૩૦થી ૧૧૦૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૯૦૦થી ૧૧૨૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૨૦, જી-૨૦માં રૂ.૬૯૭૦થી ૧૧૩૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૬૯૭૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.
જામનગરમાં ૫૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૯૫૦ થી ૧૦૭૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૦ અને રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧રપનાં ભાવ હતાં.
મહુવામાં ૩૧૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ રૂ.૬૪૨ થી ૧૨૧૨, જી-પમાં રૂ.૧૦૦૮થી ૧૧૫૨ અને જી-૨૦માં રૂ.૯૫૮થી ૧૧૩૮નાં ભાવ હતાં.
હીંમતનગરમાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ-૧૧૦૦થી ૧૪૫૫નાં ભાવ હતાં.