પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: રવિવારે સાંજે ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા હતા. જેની બાદ ર વડાપ્રધાન મોદી સોમવારે સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા.પીએમમોદીએ(MODI 3.0) તેમના ત્રીજા કાર્યકાળનાપ્રથમ નિર્ણયમાં કિસાન નિધિના ૨૦ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.
તેનાથી દેશના ૯.૩ કરોડ તેદતોને ફાયદો થશે.પીએમ મોદીએ સોમવારે વિધિવત રીતે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે કાર્યભાર સંભાળતા જ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઈલ પર સહી કરી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે પોતાની આખી કેબિનેટની સાથે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. વડાપ્રધાન પદના શપથ ગ્રહણના લગભગ ૧ ૬ કલાક બાદ તેમણે આ આફિસની પોતાની પહેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે.
પીએમ મોદીએ સોમવારે ઔપચારિક રીતે પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળતા જ તેમણે પીએમ કિસાનનિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા.
પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના ૧૭મા હપ્તાની ફાઇલને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેનાથી દેશના ૯.૩ કરોડ ખેડૂતોને ફાયદો થશે.
અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી, તે વાજબી હતું કે હસ્તાક્ષર કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.
એક્શન મોડમાં મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધાહતા.આ બંને નિણયોપ્રધાનમત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે.
પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવે તેવી શકંચતા છે. તે જ સમયે, બીજા મોટા નિર્ણય હેઠળ, આ યોજનામાં લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ ૫૦ ટકાનો વધારો થઈ શકે છે.