ગુજરાત સરકારના ખેડૂતો માટે 3 મોટા નિર્ણય : 1 એપ્રિલથી ડુંગળી વેચી હશે તેને કિલો દીઠ 2 રૂપિયાની સહાય

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે લીધેલા નિર્ણયો અંગે જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ કહ્યું કે, ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને વેચાણ ભાવમાં નુકસાન આવે છે. ખેડૂતોએ સહાય અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

ડુંગળીના પડતલ કિંમત કરતા ઓછા ભાવ મળે છે. ડુંગળી ઉત્પાદક ખેડૂતોને નુકસાન ન થાય તે માટે નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 22 થી ડુંગળી APMCમાં વેચી હશે તેને કિલો દીઠ 2 રૂપિયા અપાશે.

ચણા ટેકાના ભાવે ખરીદી બાબતે નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 5.36 લાખ મેટ્રિક ટન ચણા ખરીદીની મંજૂરી આપી છે.કામધેનુ યુનિવર્સીટીએ દૂધમાં થતા ભેળસેળ પકડવા યંત્ર શોધ્યું છે.


ડુંગળીની ખરીદી અંગે રાજ્ય સરકારનો નિર્ણય:

કૃષિ મંત્રી રાધવજી પટેલે કહ્યું કે, ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.રની આર્થિક સહાય આપવામાં આવશે. કુલ રૂ.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવાઇ છે. ડુંગળીમાં 25000 કિલો સુધી મહત્તમ 50000 સહાય મળશે.


ચણાની ખરીદી અંગે રાજ્ય સરકારનો નિર્ણય:

રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. કૃષિમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોપાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારાના જથ્થાની ફાળવણી કરાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મંજુર કરેલ ૪,૬૫ લાખ મેટ્રિક ટન થી વધારીને કુલ ૫.૩૬ લાખ મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી અપાઇ છે.

કેન્દ્ર સરકારના નિર્ણયથી ટેકાના ભાવે ચણાના વેચાણ માટે નોંધાયેલા કુલ ૩,૩૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ.૨૮૦૪ કરોડથી વધુ મૂલ્યના ચણાની ખરીદી કરી શકાશે. તા.૬મે સુધીમાં ૨.૮૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૪.૫૯ લાખ મેટ્રિક ટનથી વધુ ટેકાના ભાવે ચણાની ખરીદી સંપન્ન થઇ.

વધુ ખરીદીની જરૂરિયાત જણાશે તો રાજ્યના ફંડમાંથી આશરે રૂ.૧૩૦ કરોડના મૂલ્યના ૨૫,૦૦૦ મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યમાં આગામી તા.૨૯મે-૨૦૨૨ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરાશે.


ખાતર અંગે રાજ્ય સરકારનો નિર્ણય:

કૃષિમંત્રીએ કહ્યું કે, રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલમાં વધારો થવા છતાંય ભાવવધારોનો બોજ ખેડૂતો પર સીધો ન આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીની રકમમાં માતબર વધારો.

વર્ષ ૨૦૨૨-૨૩માં કેન્દ્ર સરકાર ખાતરની સબસિડી માટે રૂ. ૨ લાખ કરોડ કરતાં વધુ રકમ ચૂકવશે. ગત ખરીફ ઋતુમાં રાજ્યમાં સપ્લાય થયેલ ૧૬.૫૦ લાખ મે. ટન ખાતર માટે ચૂકવવામાં આવેલ રૂ. ૨૧૮૧.૮૦ કરોડની સબસિડીની સાપેક્ષમાં અઢી ગણી વધારે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઇ માંડવિયાનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કૃષિ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે.

Leave a Comment