- ખેતી પેદાશોના સંગ્રહની જરૂરિયાત: ગુજરાતમાં ખેડૂતોને તેમની ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવવા માટે અને પાકના સારા ભાવની રાહ જોઈને વેચાણ કરવા માટે યોગ્ય સંગ્રહ સુવિધાની જરૂર હતી.
- મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના: કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા 2021-22 માં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી, જે ખેડુતોને તેમના ખેતરમાં સંગ્રહસ્થાન બનાવવાના પ્રોત્સાહન આપે છે.
- ફાયદો અને નાણાકીય સહાય: ખેડૂતોએ 330 ચોરસ ફૂટનો પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય મેળવી. અગાઉ, રાજ્ય સરકાર 50% ખર્ચ અથવા ₹75,000 સહાય આપતી હતી, જે હવે વધારીને ₹1,00,000 સુધી કરવામાં આવી છે.
- વિસ્તૃત લાભ: આ યોજના અંતર્ગત 36,600+ ખેડૂતોએ રૂ. 184.27 કરોડથી વધુ સહાય મેળવી છે, અને આ વર્ષે 13,982 ખેડૂતોએ સ્વીકૃતિ મેળવી છે.
- આધુનિક સંગ્રહ સુવિધાઓ: ખેડૂતોએ આ યોજના હેઠળ પોતાની પેદાશો અને ખેતકરી સેવાઓ જેમ કે ખાતર, બીજ, દવાઓ, ખેત ઓજાર વગેરેને 16-17 મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી સુરક્ષિત ગોડાઉનમાં સંગ્રહ કરી, અનુકૂળ વેપાર પરિસ્થિતિઓનો લાભ ઉઠાવી શકશે.
પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના (Crop storage structure yojana) ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી.
શું લાભ થશે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાથી
પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હતો. ગુજરાતના ખેડૂતોની આ વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22 માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના (CM paak sangrah structure yojana) અમલમાં મૂકી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રફસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી.
ગોડાઉન સહાય યોજનામાં 330 ચોરસ ફૂટ સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય
ગોડાઉન સહાય યોજના (Godown Sahay Yojana)નો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના: સહાય રકમ વધારી
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૭૫,૦૦૦ સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧,૦૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.
2023-24માં 13,982 ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે અનુમતિ
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રાજ્યના ૩૬,૬૦૦થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઉભું કરવા માટે રૂ. ૧૮૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ ૧૩,૯૮૨ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતોને 16-17 મેટ્રિક ટન પેદાશના સંગ્રહ માટે સુવિધા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે ૧૬ થી ૧૭ મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ૩૩૦ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે.
ખેતી કાર્યો માટે તમામ સામગ્રીનો સંગ્રહ સ્ટ્રક્ચરમાં સંગ્રહ
એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.