ગુજરાત મગફળી બજારમાં સરેરાશ લેવાલી ન હોવાથી મગફળીનાં ભાવમાં નરમાઈનો માહોલ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ઉનાળુ મગફળીની આવકો ઉત્તર ગુજરાતનાં સેન્ટરમાં યાલુ થવા લાગી છે. મગફળીમાં ઓઈલ મિલો કે પ્લાન્ટોની કોઈ ઘરાકી ન હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. મગફળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે.

વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીનાં ભાવ હજી પણ નીચી સપાટી પર આગળ વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનાં બ્રોકરો કહે છે કે ઉનાળુ મગફળીની ખાસ આવક નથી અને આવકો ખાસ થાય તેવા પણ અંદાજો નથી. ઉત્તર ગુજરાતમાં અમુક-અમુક સેન્ટરમાં મગફળીની આવકો ચાલુ થવા લાગી છે અને આગામી સપ્તાહથી રેગ્યુલર આવકો ચાલુ થાય તેવી સંભાવનાં હાલ દેખાય રહી છે. બજારનો ટોન સરેરાશ નરમ જ દેખાય રહ્યો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં ૧૧ ગુણીની આવક હતી, ૫૦૦૦ ગુણી પેન્ડિંગ હતી અને તેમાંથી ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ૨૪ નંબર રોહીણી, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૬૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૫૦ અને જી-૨૦નાં ભાવ રૂ.૧૨૦૦ થી ૧૩૩૦ અને બીટી ૩૨ નંબર કાદરીમાં રૂ.૧૧૫૦થી ૧૨૪૭૦નાં ભાવ હતાં. જ્યારે બિયારણ ક્વોલિટીનાં ભાવ રૂ.૧૩૨૦થી ૧૩૬૫નાં ભાવ હતા.

માર્કેટયાર્ડ ગોંડલમાં ૧૮થી ૨૦ હજાર ગુણીની આવક હતી અને ૨૧ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૨૦૦ થી ૧૩૨રપ, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૩૦૦ અને ર૪ નંબરમાં રૂ.૧૧૫૦ થી ૧૩૦૦નાં ભાવ હતાં.

હાલ સીંગદાણાનાં ભાવ સ્થિર રહ્યા હતા. કોમર્સિયલ સીંગદાણાનાં ભાવ રૂ.૬૫,૫૦૦ હતા. એચપીએસમાં બજારો ખાસ બોલાતા નથી. સીંગદાણાની બજારમાં અત્યારે નિકાસ વેપારો ખાસ છે નહીં અને આગામી દિવસોમાં બજારો હજી પણ નીચા રહે તેવી ધારણાં છે.

Leave a Comment