jeera price today: જીરુમાં ઓછી આવકોના કારણે જીરાના ભાવ સ્થિર, જાણો આજના બજાર ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

જીરુંમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ યથાવત, જીરુંમાં નવા નિકાસ વેપારો આવે તો મરમાં સુધારો જોવા મળી શકે.

  • જીરુંના બજારમાં ભાવ સ્થિર રહ્યા, મોટી મૂવમેન્ટ નહીં જોવા મળી.
  • આગામી દિવસોમાં ખેડૂતોની વેચવાલી ઉપર બજાર આધારિત રહેશે.
  • હાલના ભાવ પર ખેડૂતો વેચાણ કરવા તૈયાર નથી, જો ભાવ રૂ.૫૫૦૦ સુધી જાય તો વેચાણ વધશે.
  • ફક્ત ૩૦% જેટલો માલ હવે ખેડૂતો પાસે બાકી છે, જે કટકે-કટકે બજારમાં આવશે.
  • જેમ બજાર ચાલશે તેમ ખેડૂતો વેચાણ કરશે, આજુબાજુની જરૂરિયાત પર આધાર રાખશે.
  • જીરુંના બેન્ચમાર્ક વાયદાનો ભાવ રૂ.૨૫૩૩૦ની સપાટીએ બંધ રહ્યો.
  • ટેકનિકલ એનાલિસ્ટો ૨૫,૦૦૦-૨૭,૦૦૦ની રેન્જમાં જીરુંના ભાવ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરે છે.

જીરુંના બજારમાં ભાવ સ્થિર, મૂવમેન્ટ નહી

જીરુંની બજારમાં ભાવ સ્ટબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

હાલના જીરુંના ભાવથી ખેડૂતો વેચાણ નથી કરતા

જીરૂમાં ખેડૂતો હાલના ભાવથી વેચવાલ નથી, જો જીરૂના ભાવ રૂ.૫૫૦૦ સુધી જાય તો ખેડૂતોની વેચવાલી સારી આવી શકે છે હજી ખેડૂતો પાસે સિઝનનો ૩૦ ટકા જેવો માલ પડ્યો છે અને જીરૂ નવી સિઝન સુધી કટકે-કટકે આવતું રહેશે.

ઉચ્ચ ભાવ પર વેચાણ કરવાની ખેડૂતોની સંભાવના

જેવી રીતે બજારની ચાલ રહેશે એ મુજબ જ ખેડૂતો વેચાણ કરશે. જે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હતી એ ખેડૂતોએ માલ બજારમાં ઠલવી દીધો છે, હવે.જેને જરૂર પડશે એજ ખેડૂતો જીરૂનુ વેચાણ કરશે, નહીંતર એના ભાવ આવશે ત્યારે તે વેચાણ કરે તેવી સંભાવના છે.

જીરું વાયદો બજાર ભાવ

જીરૂનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે રૂ.૨૫૩૩૦નો સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂ વાયદો રપ થી ૨૭ હજારની રેન્જમપ અથડાયા કરે તેવી સભાવના ટેકનિકલ એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે.

Leave a Comment