એરંડા વાયદા બજાર : એરંડાની અવાક ઓછી હોવાથી ખેડૂતોને એરંડાના સારા ભાવ મળશે સટોડિયાઓથી સાવધાન

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

વર્ષો પછી એરંડા ઉગાડતાં ખેડૂતોને સારા ભાવ મળવાનો મોકો મળ્યો છે ત્યારે ખેડૂત વિરોધી લૂંટારાઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે એરંડા પડાવી લેવા અનેક જાતના કાવત્રાઓ ઘડી રહ્યા છે પણ આ વર્ષે ખેડૂતોને લૂંટનારાઓને એકપણ કાવત્રા સફળ થયા નથી કારણ કે જગતનો તાત કહેવાતો ખેડૂત હવે હોંશિયાર બનીને સાચા અર્થમાં વેપારી બની ચૂક્યો છે. હવે ખેડૂત ભાવ વધે ત્યારે કૃષિ પેદાશો વેચે છે અને ભાવ ઘટે ત્યારે બધું વેચવાનું મૂકીને બજારમાં ભાવ વધવાની રાહ જોતો થયો છે.

વર્ષોથી ખેડૂતો પાસેથી સસ્તા ભાવે એરંડા પડાવીને સટોડિયાઓ મોટો સટો ખેલીને અબજો રૂપિયા કમાઇને ખેડૂતોની મહેનતનું હરામનું ખાતા હતા અને ખેડૂત બચારો રાત-દિવસ કાળી મજૂરી કરીને જે પડવે તેના ખેડૂતોને પૂરા ભાવ મળતાં નહોતા.

હાલ એરંડામાં સવા કરોડ ગુણીની જરુરિયાત સામે બજારમાં માંડ પોણા કરોડ ગુણી એરંડા બચ્યા છે…

બે વર્ષ આ બધા જ સટોડિયાઓએ ભેગા મળોને વાયદામાં અગિયાર-અગિયાર દિવસ મંદીની સર્કિટ લગાડીને ખેડૂતોને જે એરંડા બજારમાં ૧૨૦૦ રૂપિયે મણ વેચાતા હતા તે ૮૦૦ રૂપિયામાં ખેડૂતો પાસેથી લૂંટી લીધા હતા.

ખેડૂતોને લૂંટનારા આ લૂંટારાઓનું નખ્ખોદ જવું જોઇએ કારણ કે આખા જગતને બે ટંકનું પુરૂ પાડનારાની આંતરડી બાળનારાઓને કોઈ ભવે સુખ મળવાનું નથી. આ વર્ષે ઉપરવાળાએ ખેડૂતની સામે જોયુ છે અત્યારે ખેડૂતને એરંડાના મણના ૧૪૭૦ થી ૧૪૮૦ રૂપિયા મળી રહ્યા છે જે વધીને ૧૫૬૦ ર્‌પિયા થયા હતા પણ સટોડિયાઓએ ખેડૂતોને ગભરાવીને એરંડા વેચાવી નાખ્યા એટલે ભાવ ઘટી ગયા.

બનાસકાંઠા અને તમામ વિસ્તારોમાં શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીમાં વાવણી લાયક વરસાદ પડી ગયો હોઇ હવે ખેડૂતો મગફળી, કપાસ, બાજરો, ગવારનું વાવેતર વધારે કરશે કારણ કે બધાને દિવાળી પછી જીરૂ, ધાણા, ચણા, ઇસબગુલ, વરિયાળી, સવા, રાજગરોનું વાવેતર કરવાનું આકર્ષણ વધારે છે. આ સંજોગોમાં એરંડાના ઊંચા ભાવ હોવા છતાં વાવેતર એટલું બધુ વધે તેવું લાગતું નથી.

એરંડામાં હજુ ઘણા ભાવ વધવાના બાકી છે કારણ કે હજુ તો જમીનમાં એરંડા વવાણા પણ નથી. એરંડા જમીનમાં વવાયા બાદ પાંચ કે છ મહિને ખેતરમાંથી બહાર નીકળે છે એટલે હજુ સાત મહિના પહેલા નવા એરંડા બજારમાં આવવાના નથી. અત્યારે ખેડૂતો, વેપારીઓ, સટોડિયાઓ અને મિલો ધા પાસેથી મળીને પોણા કરોડ ગુણી એરડા બચ્યા છે.

દર મહિને ઓછામાં ઓછી ૧૭ થી ૧૮ લાખ ગુણી એરંડા જોઇએ આથી સાત મહિનાથી ગણતરી કરો તો સવા કરોડ ગુણી એરંડા જોઇએ. આમ, ૫૦ લાખ ગુણી એરંડાનો ખાંચો છે તે પૂરાય તેમ નથી આથી એરંડાના ભાવ વધીને મણના ૧૭૦૦, ૧૮૦૦ અને ૨૦૦૦ રૂપિયા પણ થઇ શકે છે આથી એરંડા વધે કે ઘટે , દિવાળી આસપાસ જે ખેડૂતોએ એરંડા સાચવ્યા હશે તેને એરંડાના તગડા ભાવ મળવાના છે.

Leave a Comment