મગફળીની બજારમાં પિલાણ મિલોની પાંખી લેવાલીને પગલે આજે અમુક વેરાયટીમાં મણે રૂ.૫થી ૧૦નો ઘાટડો થયો હતો. મગફળીની આવકો સમગ્ર ગુજરાતમાં મળીને હાલ દૈનિક ૮૦ હજારથી ૯૦ હજાર ગુણી આસપાસ આવી રહી છે, જે આગામી દિવસોમાં ઘટીને ૬૦થી ૪૦ હજાર ગુણીએ પહોંચે તેવી સંભાવના છે. પરિણામે મગફળીમાં જો લેવાલી નહી આવે તો આવકો ઘટવા છત્તા ભાવ ઘટી શકે છે.
ગોંડલમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૯૦૦થી ૧૦૫૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૯૭પ૫નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૦૦થી ૯૦૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હજી ૫૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૪૦થી ૯૪૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૮૮૦થી ૯૯૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-૨૦માં રૂ.૬૭૦થી ૧૦૯૫, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૯૩૦થી ૯૭૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૦૬૦નાં ભાવ હતાં.
મગફળીની આવકો હવે ધીમી ગતિએ ઓછો થવાની ધારણાં
જામનગરમાં ૪ હજાર ગુણીનાં વેપાર હતાં અને નવી આવકો ગુરૂવારે સવારે કરવાનાં હતાં. નવી મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦૧૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૨૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.
મહુવામાં ૬૧૦૦ ગુણીની આવક હતી અને મગડીમાં ભાવ રૂ.૬૫૧થી ૧૧૯૦, જી-પમાં રૂ.૬૯૦૧થી ૧૧૭૨ અને જી-ર૦માં રૂ.૭૦૦થી ૧૦૪૯નાં ભાવ હતાં.
હળવદમાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૯૦૦થી ૯રપનાં ભાવ હતાં.
ડીસામાં ૩૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૪૦થી ૧૧૪૫નાં હતાં. હિંમતનગરમાં ૭૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૬૦થી ૧૨ર૮૮નાં ભાવ હતાં.