એરંડાનું ઉત્પાદન નવી સીઝનમાં રપ થી ૩૦ ટકા ઘટવાની ધારણા છે તેમજ જૂનો સ્ટોક પણ અગાઉના વર્ષો કરતાં સાવ નીચો રહેવાની ધારણા છે. ચાલુ સીઝનમાં જે એરંડા બચ્યા છે તેમાંથી ૮૦ ટકા કરતાં વધારે એરંડાનો સ્ટોક ખેડૂતો પાસે પડ્યો છે.
ખેડૂતો પાસેથી સસ્તામાં એરડા પડાવી લેવાની સટોડિયાની ચાલબાજીથી ખેડૂતો બચે
એરંડાનું પિલાણ કરતી મિલો, તિકાસકારો અને કોમોડિટી એક્સચેંજમાં એરંડાનો સ્ટોક સાવ તળિયાઝાટક છે ત્યારે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે એરંડા પડાવી લેવાનું એક ષડયંત્ર સટોડિયા દ્વારા ખેલાઈ રહ્યું છે અને આ ષડયંત્ર દ્દારા ખેડૂતોના એરંડા સસ્તામાં પડાવી લઇને બજારમાં મોટી તેજી કરવાની ચાલ છે.
ખેડૂતો આ ચાલમાં ફસાય નહીં અને એરેડા વેચવાની ઉતાવળ ન કરે. હાલ એરંડાનો ભાવ પીઠામાં રૂ।.૮૭૦ થી ૮૮૫ ચાલી રહ્યો છે જે એક તબક્કે વધીને રૂ।.૯૨પ થયો હતો.
નવી સીઝનમાં એરડાના વાવેતરમાં ૪૦ થી ૪પ ટકાનો કાપ અને હાલ સ્ટોક ઓછો હોઈ એરડાના ભાવ વધીને રૂ।.૬૯૫૦ થી રૂ।.૧૦૦૦ ટૂંકાગાળામાં થઈ શકે છે આથી ખેડૂતો એરંડા વેચવાની ઉતાવળ ન કરે.