ડુંગળીમાં ઘટ્યા ભાવથી ફરી ભાવમાં સુધારો જોવા મળ્યો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીમાં ઘટ્યાં ભાવથી ફરી મણે રૂ.૫૦નો સુધારો જોવા મળ્યો હતો. ડુંગળીમાં હાલનાં તબક્કે આવકો વધી રહી છે, પંરતુ હજી જોઈએ એટલી આવકો વધી નથી. બીજી તરફ થોડી-ઘરાકી નીકળી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.

સારી ડુગળીનાં ભાવ વધીને રૂ.૬૦૦ની સપાટીએ પહોંચ્યાં…

હાલ સાઉથના કેટલાક સેન્ટરમાંથી પણ થોડી-થોડી માંગછે અને રાજસ્થાનની આવકો પૂરી થવામાં  છે. વળી વાદળછાયું વાતાવરણ હોવાથી તેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે.

મહુવામાં લાલ ડુંગળીની આજે ૨૩ હજાર થેલાની આવક હતી અને મહુવા ડુંગળીનાં ભાવ રૂ.૧૫૦થી ૬૦૮ના હતાં. જ્યારે સફેદની ૧૯૫૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૨૪૦થી ૫૫૧નાં હતાં. રાજકોટમાં ૨૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૨૬૦થી ૫૦૦નાં હતાં.

ગોંડલમાં લાલની ૫૬૦૦ ગુણીની આવક સામે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૧૦૦થી ૫૭૧ અને સફેદની ૧૫૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૩૬૧ના હતાં.

નાશીકમાં ડુંગળીનાં ભાવ રૂ.૩૦૦૦ સુધી બોલાતાં હતા. ડુંગળીમાં નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યાં હોવાથી તેની અસર પણ બજારમાં જોવા મળી રહી છે.

Leave a Comment