ગુજરાતમાં એરંડાની અવાક ઘટશે તો કેવા રહેશે એરંડાના ભાવ માર્કેટ યાર્ડમાં?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


એરંડાનો ભાવ વધીને પ્રતિ મણ રૂ.૧૦રપ થી ૧૦૩૦ થતાં ખેડૂતોને વેચવાનું આકર્ષણ વધ્યું છે. હાલ ગુજરાતમાં રોજિંદી ૧.૭૦ થી ૧.૭૫ લાખ બોરીની આવક થઇ રહી છે. એરંડાના ઊંચા ભાવે ૭૦ ટકા ખેડૂતો એરંડા માર્કેટમાં વેચી નાખવાનું પસંદ કરશે. એરંડાના ૩૦ ટકા શક્તિશાળી ખેડૂતો સારા ભાવ મળવાની રાહે સ્ટોક કરશે તેવી ધારણા છે.

ચાલુ વર્ષે એરંડાનું વાવેતર રપ ટકા ઘટયું છે ઉપરાંત ફેબ્રુઆરીમાં ગરમી પડતાં અને કેટલાંક વિસ્તારમાં મોડું વાવેતર થયું હોઇ એરંડાના ઉતારા ૨૦ ટકા ઘટયા છે. ગુજરાતમાં બિનપિયત વિસ્તારમાં એવરેજ પ્રતિ વીઘે ૭ થી ૧૫ મણના ઉતારા આવ્યા છે જ્યારે પીયત વિસ્તારમાં પ્રતિ વીધે ૨૮ થી ૩૨ મણ ઉતારા જોવા મળ્યા છે.

એરંડાના ઉત્પાદનમાં ૪૫ ટકાનો ઘટાડો જોતાં ચાલુ વર્ષે એરેડાનું ઉત્પાદન હાયર સાઇડમાં ૧૪ લાખ ટન (૧.૮૬ કરોડ બોરી) અને લોઅર સાઇડ ૧૨.૫ લાખ ટન (૧.૬૬ કરોડ બોરી) થવાનો અંદાજ  મૂકી શકાય.

એરંડાનું વાવેતર રપ ટકા અને ઉતારા ૨૦ ટકા ઘટતાં કુલ ઉત્પાદન ૧૪ લાખ ટન થયાનો અંદાજ…

એરંડાનો કેરિફોરવર્ડ સ્ટોક તા.૧ જાન્યુઆરીએ પાંચ લાખ ટન (૬૬.૬૫ લાખ બોરી) રહ્યો હોવાનો અંદાજ છે જે જેમાંથી મોટાભાગનો સ્ટોક જાન્યુઆરી થી માર્ચ દરમિયાન વપરાઇ જતાં તા.૧ એપ્રિલે એરંડાનો કેરિ ફોરવર્ડ સ્ટોક અંદાજે સવા લાખ ટન (૧૬.૬૪ લાખ બોરી) રહ્યો હોવાનો અંદાજ છે.

એરંડાના ઊંચા ભાવને કારણે નવા ક્રોપમાંથી માર્ચ મહિનામાં ૨ર.રપ લાખ ટન (૩૦ લાખ બોરી) અને તા.૧-૧૫ એપ્રિલમાં ૧.૬૫ લાખ ટન (રર લાખ બોરી) એરંડાની આવક થઇ ચૂકી હોવાનો અંદાજ છે.


એપ્રિલના બાકીના દિવસમાં બે લાખ ટન (૨૭ લાખ બોરી) આવક થવાનો અંદાજ છે. આમ, એપ્રિલના અંતે ગુજરાત અને રાજસ્થાનમાં મળીને કુલ છ લાખ ટન (૮૦ લાખ બોરી) એરંડાની આવક થઇ જશે.

આગળની સીઝનમાં એરંડાના ઊંચા ભાવ છતાં ખેડૂતો અન્ય પાકનું વાવેતર કરવાનું પસંદ કરશે…

આમ, એરંડામાં ચાલુ વર્ષે ખેડૂતોને ઘણા સારા ભાવ મળ્યા છે. પ્રારંભિક તબક્કામાં આટલા ઊંચા ભાવ થયા હોઈ હવે એરેડામાં વધુ તેજી થવાના ચાન્સીસ ઓછા છે.

આગામી સીઝનમાં એરંડાના માર્કેટ ભાવ વધીને પ્રતિ મણ રૂ.૧૨૦૦ થી ૧૩૦૦ થાય તો પણ ખેડૂતો એરેડાનું વાવેતર કરવાનું પસંદ નહીં કરે કારણ કે અન્ય ચાર મહિનાના ક્રોપમાં ખેડૂતોને અતિ ઊંચા ભાવ મળ્યા હોઇ આઠ થી નવ મહિનાનો એરંડાનો ક્રોપની પસંદગી ખેડૂતો કરશે નહીં.


ખેડૂતોને ચાલુ વર્ષે ચાર મહિનાના ક્રોપ તુવેરના ભાવ પ્રતિ મણ રૂ.૧૩૦૦, ચણાનો ભાવ પ્રતિ મણ રૂ.૧૦૦૦, તમાકુનો ભાવ પ્રતિ મણ રૂ।.૧૬૦૦, રાયડાનો ભાવ પ્રાતિ મણ રૂ.૧૨૦૦, સોયાબીનનો ભાવ પ્રતિ મણ રૂ.૧૧૦૦, મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ.૧૨૦૦, જીરૂનો ભાવ પ્રતિ મણ રૂ.૨૬૦૦ અને ધાણાનો ભાવ પ્રતિ મણ રૂ.૧૧૦૦ મળ્યો હોઇ ખેડૂતો આ ચાર મહિનામાં તૈયાર થતાં ક્રોપની પસંદગી પહેલા કરશે.

એરંડાને ખેતરમાં આઠ મહિના રાખવા પડે છે અને બે સીઝન સુધી ખેડૂતની જમીન રોકાયા બાદ પણ સારા ભાવ મળવાની કોઇ ગેરેંટી હોતી નથી જ્યારે અન્ય શોર્ટટર્મ ક્રોપમાં ખેડૂતોને સારા ભાવ મળવાના અનેક વિકલ્પ મળે છે.

Leave a Comment