જીરૂમાં હાલ ભાવ જળવાયેલા રહેશે, જૂન પછી જીરૂના ભાવ વધવાની ધારણા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


જીરૂનો પાક આ વર્ષે ઘણો ઓછો થયો છે તે નક્કી છે પણ હાલ કોરોનાના કહેરને કારણે હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાવાળા બધા જ બંધ છે વળી લગ્નગાળો અને નાના મોટા સમારંભો પણ બંધ છે આથી જીરૂનો કોઈ મોટો વપરાશ થતો નથી.

રમઝાનનો મહિનો ચાલુ હોઈ વિદેશમાંથી પણ કોઈ મોટી માગ નથી. આ સંજોગોમાં જીરૂના બજાર ભાવ હાલ જે ચાલુ રહ્યા છે તે જ રહેશે.


કોરોનાની સ્થિતિ સુધરી ગયા બાદ અહીં વેપારીઓની નવેસરથી માગ નીકળશે અને વિદેશમાંથી પણ નિકાસમાગ શરૂ થશે ત્યારે જીરૂના ભાવ માં સુધારો જોવા મળશે.

ખાસ કરીને જૂન મહિનામાં જીરૂના ભાવ સુધરે તેવી ધારણા છે ત્યાં સુધી ખેડૂતો જીરૂ વેચવાથી દૂર રહે.

Leave a Comment