કપાસ વાયદા બજાર : કપાસનું મોટુ ઉત્પાદના પ્રચારથી ગભરાટ ન કરો, થોડી રાહ જોશે તો કપાસના ભાવ મળશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ખેતરમાં ખેડૂતોના પાક લહેરાવા લાગે ત્યારે મોટું પાક થયો છે તેવો પ્રચાર વર્ષોથી થતો આવ્યો છે. ખેડૂતો આવા પ્રચારથી ગભરાઇને માર્કેટયાર્ડામાં વેચવા દોડે છે અને માર્કેટયાર્ડોમા ઢગલા થવા લાગે તેમ ભાવ વધુ ઝડપથી તૂટે છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે પણ સરકાર ખેડૂતોને ભાવનું રક્ષણ મળે તે માટે કઈ જ કરતી નથી.

ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતોને  “મામા“ બનાવવા ખેડૂતોની આવક ડબલ થઇ જશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ વર્ષથી છાશવારે ૨૦૨૨માં ખેડૂતોની આવક ‘ બમણી થશે તેવું વારંવાર કહેતા આવ્યા છે પણ ૨૦૨૨ આવી ગઇ, ખેડૂતોની આવક બમણી થવાની વાત જવા દો, ખેડૂતોનો ખર્ચા બમણા થઇ ગયા છે તે સાવ પાડું છે.

કપાસની વાત કરીએ તો સમગ્ર દેશમાં ગયા વર્ષે કપાસનું વાવેતર ૧૧૮.૬ લાખ હેકટરમાં થયું હતું જે વધીને આ વર્ષે ૧૨૭.૪ લાખ હેકટરમાં થયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક. તામિલનાડુ, ઓરિસ્સા તમામ રાજ્યોમાં કપાસનું વાવેતર વધ્યુ છે. કપાસના પાક પર માફક્સર વરસાદ પડયો છે અને આ વર્ષે ખેડૂતો ફોર જી કપાસનું બિયારણનો ભરપૂર ઉપયોગ કર્યો હોઇ ઉતારા પણ સારા આવશે.

હાલ પૂરતી પાકિસ્તાન અને ચીનની રૂની આયાત હોવાથી ત્રણ મહિના પછી કપાસના સારા ભાવ ખેડૂતોને અપાવશે….


કપાસના ખેતરોમાં હાલ પાકની વનક સારી છે અને નજારો પણ સારો છે એટલે પાક મોટો થશે તે વાત નક્કી છે પણ ખેડૂતોએ ભાવ ઘટી જશે તેવો ગભરાટમાં માર્કેટયાર્ડોમાં ઢગલા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ખેડૂતો થોડી રાહ જોશે તો કપાસના ભાવ વધુ મળવાના છે.

કપાસના ભાવ શું કામ સારા મળશે ? વિશ્વમાં કપાસ જે દેશોમાં ઉગે છે તેમાંથી ૮૦ ટકા કરતાં વધારે કપાસ પાંચ દેશોમાં થાય છે. ભારત, ચીન, અમેરિકા, બ્રાઝિલ અને પાકિસ્તાન આ પાંચ દેશોમાં વિશ્વનો ૮૦ ટકા કરતાં વધારે પાક થાય છે. ભારત સિવાયના તમામ દેશોમાં કપાસના પાકમાં મોટા ગાબડા પડયા છે. પાકિસ્તાનમાં ભારે વરસાદ પડતાં કપાસના પાકમાં મોટું ગાબડું પડયું છે. વિશ્વમાં રૂની સૌથી વધુ નિકાસ કરતાં અમેરિકામાં સવા બે કરોડ ગાંસડીને બદલે દોઢ કરોડ ગાંસડી જ પાક આવે તેવી સ્થિતિ છે. ચીન અને બ્રાઝિલમાં પણ કપાસનો પાક ઓછો થયો છે.


વિશ્ચબજારને સ્થિતિ જોતાં ભલે ભારતમાં કપાસનું ઉત્પાદન મોટું થયું હોઇ પણ ભારતની રૂની નિકાસ આ વર્ષે મોટા પ્રમાણમાં વધશે જેને કારણે ખેડૂતોને મકરસંક્રાંતિ પછી કપાસના સારા ભાવ મળવાના છે આથી ખેડૂતો ખોટી ઉતાવળ કરીને કપાસ ન વેચે તે જરૂરી છે.

Leave a Comment