ગુજરાતમાં કપાસમાં ખરીદી સતત ઘટતાં કપાસના ભાવમાં ઘટાડો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

છેલ્લા બે દિવસમાં કપાસમાં મણે રૂ.૨૦ થી રપનો ઘટાડો નોંધાયો છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક સતત બીજે દિવસે વધીને ૩૦૦ ગાડીથી વધુ થતાં તેમજ રૂના ભાવ ઘટતાં જીનર્સોની ડિસ્પેરિટિ વધતાં જીનોની કપાસ ખરીદી ઘટતાં ગુરૂવારે પણ કપાસમાં રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૫૫૦ થી ૧૬૮૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૧૭૧૦ થી ૧૭૧૫ બોલાતા હતા. મહારાષ્ટ્રમાં કપાસની વેચવાલી છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે.



સૌરાષ્ટ્રમાં પણ કપાસમાં રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનો ખાલી છે પણ જીનર્સો ડિસ્પેરિટિ હોઇ ઊંચા ભાવે કોઇને કપાસ ખરીદવો નથી જેને કારણે કપાસમાં સતત ઘસારો જોવા મળી રહ્યો છે.

જીન પહોંચ સુપર કપાસના રૂ.૧૭૪૦ અને મિડિયમ કપાસના રૂ.૧૭૦૦ ભાવ હતા.

Leave a Comment