તલમાં સતત ઘટતી જતી આવકો વચ્ચે ડિમાન્ડ પણ ઘટી ગઇ છે. હાલ સ્ટોકીસ્ટો પાસે રહેલો તલનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે ત્યારે સ્ટોકીસ્ટો પચ્ચાસ ટકા હળવા થઇ ગયા હોય તેવું અનુમાન મુકાઈ રહ્યું છે.
બીજી બાજુ વેચવાલીનું પ્રેશર પણ ઘટી ગયું હોઇ, હવે તો નવી ઘરાકી નીકળે તો જ બજારમાં સુધારો થાય તેવો અંદાજ અગ્રણી બ્રોકરો વ્યક્ત કરી રહ્યા છે.
બ્રોકરો જણાવે છે કે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણ પલ્ટો આવ્યો, વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં માવઠારૂપી છાંટા પડ્યા, તેમજ બે દિવસથી ખૂબ જ ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
ત્યારે મોટા ભાગની કૃષિ પેદાશોને વધતા ઓછા પ્રમાણમાં નુક્સાન પહોંચશે તેવી ગણતરીઓ મુકાઈ રહી છે ત્યારે તલમાં હાલ આ બાબતની કોઈ ખાસ વિપરિત અસર નહીં જોવા મળે.
- ગુજરાતમાં નવી ચણાની આવકોના ઈંતેજાર વચ્ચે ચણાના ભાવ ટકેલા
- મગફળીની બજારમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સરેરાશ સ્થિરતા
- એરંડાના ખેડૂતોની નવી સીઝને પરીક્ષણ, ઊંચા ભાવે વેચવું કે રાખી મુકવા?
- ગુજરાતમાં ડુંગળીના ભાવ માં સતત ઘટાડો, જાણો કયારે વધશે ભાવ ?
આજે ગુજરાતમાં સફેદ તલમાં પ્રતિ મણના રૂ.૨૧૨૫-૨૨૪૦ જ્યારે કાળા તલમાં રૂ.૨૨૨૫-૨૬૫૦ના ભાવ બોલાઈ રહ્યા હતા. આમ જોઇએ તલની માર્કેટ પ્રવર્તમાન મથાળે ઘૂંટાયા કરે છે.