ગુજરાતમાં નવા કપાસની અવાક ધીમે ધીમે શરૂ, કેવા રહેશે કપાસના ભાવ ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે આજે કેટલાક સ્થળોએ ઉઘાડ નીકળ્યો હતો. મહારાષ્ટ્ર સ્થિત ઓરંગાબાદ આસપાસ પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં છ હજાર મણનો વધારો નોંધાયો હતો.

cotton agri commodity market is new cotton income arrived agriculture in Gujarat cotton price predict hike
cotton agri commodity market is new cotton income arrived agriculture in Gujarat cotton price predict hike

કેવી રહેશે નવા કપાસની બજાર

હાલ નવા કપાસની આવકો થઇ રહી છે પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્વોલિટીનો અભાવ જોવા મળી રહ્યો છે. બ્રોકરોના મતાનુંસાર આજે છૂટાછવાયા જુના કપાસના રૂ.૧૫૦૦ના ભાવે સોદા પડ્યા હતા, તો નવા કપાસમાં ઉઘાડ નીકળે તો દસેક દિવસ બાદ સારી ગુણવત્તાનો માલ આવશે તેવું મનાય રહ્યું છે.

ગુજરાતમાં કપાસની બજાર

અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, બજારમાં કોઇ ખાસ કામકાજ નથી. આજે પ્રમાણમાં ઉઘાડ નીકળ્યો હતો, જો હજુ દસેક દિવસ ઉઘાડ રહેશે તો આવકોનું પ્રમાણ ખાસ્સુ વધશે. એવો અંદાજ છે કે, આવક ૫૦ હજાર મણ સુધી પણ પહોંચી શકે છે. બજારમાં હાલ માલની પાઇપલાઇન ખાલી છે. બોટાદના અગ્રણી બ્રોકરે કહ્યું હતું કે, હજુ વરસાદી માહોલ હોવાથી કપાસમાં સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી જોવા નથી મળી રહી. જ્યાં સુધી વાતાવરણ ક્લીયર ન થાય ત્યાં સુધી બજાર આવું જ રહેશે. હાલ નબળો માલ આવી રહ્યો છે.

નવા કપાસની અવાક સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો વધી હતી, યાર્ડોમાં ગઈકાલની ૧૨,૭૭૫ મણની આવકની સામે આજે ૧૮,૬૫૦ મણની આવકો થઇ હતી. ગતરોજના પ્રાતિ મણના રૂ.૩૭૫ થી ૧૫૯૬ના ભાવ સામે આજે રૂ.૬૦૦ થી ૧,૫૫૫ના ભાવ હતા.

કપાસ ના ભાવ રાજકોટ

રાજકોટ યાર્ડમાં ગઇકાલે ૨૨૦ મણ જૂનો કપાસ આવ્યો હતો જે રૂ.૧,૨૦૦ થી લઇ ૧,૪૭૦માં વેચાયો હતો, દરમિયાન આજે માત્ર ૧૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૧,૫૦૪ બોલાયો હતો.

બોટાદ કપાસના ભાવ

નવા કપાસમાં આજે બોટાદ યાર્ડમાં ૭,૦૦૦ મણની આવકે સૌથી ઊંચા રૂ.૭૫૦ થી ૧,૫૫૦ના ભાવ બોલાયા હતા.

અમરેલી કપાસના ભાવ

દરમિયાન અમરેલી યાર્ડમાં ૨,૦૦૦ મણ, જસદણ યાર્ડમાં ૧,૦૦૦ મણ, ગઢડા યાર્ડમાં ૨,૫૦૦ મણ અને હળવદ યાર્ડમાં ૩,૫૦૦ મણની આવકો નોંધાઇ હતી.

Leave a Comment