Gujarat Monsoon ashok Patel forecast: ચોમાસુ રમઝટ બોલાવશે આ તારીખથી ગુજરાતમાં વરસાદના એકથી વધુ રાઉન્‍ડ આવશે, અશોકભાઇ પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Monsoon ashok Patel forecast: ગુજરાતમાં ગરમી બફારાથી લોકો ત્રસ્‍ત બની ગયા છે ત્‍યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પુરેપુરી શકયતા છે. એકથી વધુ વરસાદના રાઉન્‍ડ આવે તેવી સંભાવના છે. ૩૦ જુન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં અમુક દિવસે અલગ-અલગ વિસ્‍તારોમાં ઝાપટાથી લઇ હળવા, મધ્‍યમ, ભારે તો આઇસોલેટેડ વિસ્‍તારોમાં વધુ ભારે વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે વાતચીતમાં જણાવ્‍યું છે. તેઓએ જણાવેલ કે હાલ થવાના પરિબળો અને સ્‍થિતિ જોઇએ તો ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.

ગુજરાત અને કચ્‍છમાં વરસાદની આગાહી

આગાહી સમયમાં એમ પી, મહારાષ્‍ટ્ર અને આસપાસ ના વિસ્‍તારોમાં બહોળું સરકયુલેશન થશે જે ગુજરાત રાજ્‍ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્‍ય પર પાસ થશે. યુએસી મુખ્‍ય લેવલ ૮૫૦ એચપીએ અને ૭૦૦ એચપીએ, કયારેક ઇસ્‍ટ વેસ્‍ટ સીઆર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. ૭૦૦ એચપીએ ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે. ઉપરોક્‍ત કારણોસર સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં વરસાદ ના સંજોગો થયા છે.

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા. ર૩ થી ૩૦ જુન સુધીની આગાહી : આગાહીના અમુક દિવસે અલગ અલગ વિસ્‍તારોમાં ઝાપટાથી લઇ હળવો, મધ્‍યમ, ભારે અને આઇસોલેટેડ વિસ્‍તારોમાં વધુ ભારે વરસાદ પડશે : અમુક સમયે પવનનું જોર પણ રહેશે…

સૌરાષ્‍ટ્રમાં વરસાદની આગાહી

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે તારીખ ૨૩ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં સૌરાષ્‍ટ્ર ગુજરાત અને કચ્‍છ માં સારો વરસાદના રાઉન્‍ડની શકયતા છે. ઘણા વિસ્‍તારો માં એકથી વધુ રાઉન્‍ડ વરસાદ ની શકયતા છે.

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી

અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્‍યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્‍તાર માં ભારે વરસાદ ની શકયતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્‍યમ/ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્‍તારમાં વધુ ભારે વરસાદની શકયતા છે. આગાહી સમય માં દર રોજ અમુક ટાઈમ પવનનું જોર વધુ રહેવા ની શકયતા.

જુલાઇના પ્રથમ અઠવાડીયા સુધીમાં ચોમાસુ દેશભરમાં બેસી જશેઃ આવતા સપ્‍તાહમાં દ. ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કાંઠાના કેટલાક વિસ્‍તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, ર૯-૩૦ જુન સુધીમાં દિલ્‍હીમાં ચોમાસાનું આગમન…

ગુજરાતમાં વરસાદ કેટલો અને ક્યાં પડ્યો

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવેલ કે જુન મહિનામાં રર-૬-ર૦ર૪ સુધીમાં ગુજરાત રાજયના ૧૬૯ તાલુકમાં વરસાદ થયેલ છે, જે માંથી ૧૪ર તાલુકામાં ૧ મી. મી. થી પ૦ મી. મી. વરસાદ, રર તાલુકામાં પ૧ મી. મી. થી ૧રપ મી. મી. અને પ તાલુકામાં ૧રપ મી. મી. થી વધુ વરસાદ થયેલ છે.

રર જૂન સુધીની વરસાદની પરિસ્‍થિતિ

સૌરાષ્‍ટ્ર-ગુજરાત અને કચ્‍છમાં રર જૂન ર૦ર૪ સુધીની વરસાદની પરિસ્‍થિતિ જોઇએ તો કચ્‍છમાં પ મી. મી. સરેરાશ વરસાદ, સૌરાષ્‍ટ્રમાં ર૦ મી. મી. સરેરાસ વરસાદ જેમાં મુખ્‍ય વરસાદના જિલ્લા દેવભૂમિ દ્વારકા ૮૬ મી.મી., પોરબંદર ૩૯ મી. મી., અમરેલી ૩પ અને ભાવનગર ૩૪ મી.મી., નોર્થ ગુજરાતમાં સરેરાશ ૩ મી. મી. વરસાદ મધ્‍ય પૂર્વ ગુજરાતમાં સરેરાશ ૧ર મી. મી. વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૪પ મી. મી. જેમાં મુખ્‍ય વરસાદના જિલ્લા વલસાડ ૧૧૪ મી. મી. નવસારી ૬પ મી. મી. અને તાપીમાં ૪૧ મી. મી. નોંધાયેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment