ગુજરાત મગફળીમાં વેચવાલીમાં ઘટાડો થતા ગામડે મગફળીના ભાવ માં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગખોળનાં ભાવ મજબૂત હોવાથી મગફળીની બજારમાં અમુક સેન્ટરમાં રૂ.૫થી ૧૦ અપ હતા. બીજી તરફ ગામડે બેઠા મગફળીના ભાવ વધી રહ્યાં હોવાથી સરકારી ટેકાનાં મગફળી બહુ ઓછી જઈ રહી છે.

થોડા દિવસ પહેલા ગામડે બેઠા રૂ.૯૦૦ વાળી મગફળીનાં ભાવ હવે વધીને રૂ.૧૦૦૦ સુધી પહોંચી ગયાં છે. સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

ગોંડલમાં ૩રથી ૩૩ હજાર ગુણીનાં વેપાર હતાઅને ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦ના હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૬૯૦૦ થી ૧૧ર૨પના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૮૧ સુધીનાં ભાવ બોલાયાં હતાં. સુપરમાં રૂ.૧૨૦૦ સુધીનાં પણ ભાવ હતાં.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા ભાવ રૂ.૯૦૦ વાળા હવે વધીને રૂ.૧૦૦૦ સુધી પહોંચી ગયાં…

રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૦૦ થી ૧૧૭૦, ર૨૪ નં. મઠડીમાં રૂ.૧૧૦૦ થી ૧૧૯૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૬૦, ૩૯ નંબરમાં રૂ.૯૭૦ થી ૧૦૭૦, જી-ર૦માં રૂ.૧૦૭૦ થી ૧૨૩૦, બીટી ૩૨ રૂ.૧૦૩૦ થી ૧૧૭૦નાં ભાવ હતાં.

હળવદમાં ૩૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળીમાં રૂ.૬૫૦ થી ૧૦૧૦ અને સારીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૨૦ હજાર બોરીની આવક સામે ભાવ રૂ.૧૧૪૦ થી ૧૫૬૬નાં હતાં. ડીસામાં ૩૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૬૧ થી ૧૩૭૧નાં હતાં.

Leave a Comment