એરંડાના ખેડૂતો માટે આ વર્ષ બહુ જ સારૂ દેખાય છે. નીકળતી સીઝને એરંડાના ખેડૂતો ને મણે રૂ।.૧૦૪૦ થી ૧૦૫૦ના ભાવ મળી રહ્યા છે. હજુ થોડો સમય ભાવ મળતાં રહે તેવી શક્યતા દેખાય છે.
કારણ કે હજુ પણ એરડાનું પિલાણ કરતી મિલોની બહાર ટ્રકોની લાંબી લાંબી લાઇનો દેખાય છે અને દિવેલની માગ પણ હાલ ઘણી સારી દેખાય છે. હાલ એરંડાના ભાવ એકાદ-બે અઠવાડિયા રૂ.૧૦૩૦-૧૦૪૦થી વધુ ઘટવાની શક્યતા નથી આમાં ભાવ વધશે તેવું દેખાય છે.
એરંડામાં હવે દરેક ઉછાળે ખેડૂતોએ થોડું થોડું વેચાણ કરતું રહેવું જોઇએ…
આથી ખેડૂતોને હાલના ભાવથી મણે રૂ.૨૦ થી રપ વધારે મળે ત્યારે બધા નહીં પણ ૩૦ થી ૪૦ ટકા એરંડા વેચીને થોડો નફો ગાંઠે બાંધી લેવો જોઈએ. ખેડૂતો એ વાત ગાંઠૅ બાંધી લે કે એરંડામાં આવતાં ત્રણ થી ચાર મહિના ભાવ વધીને રૂ.૧૧૦૦ થાય તેવી કોઇ શક્યતા નથી તે જ રીતે રૂ.૧૦૦૦ના ભાવ ઘટી જાય તેવી પણ શક્યતા દેખાતી નથી.
આથી ખેડૂતોએ પૈસાની સગવડ અને કયાં સુધી એરંડા સાચવી રાખવા છે તે નક્કી કરીને એરંડા વેચવાનો નિર્ણય લેવો. એરંડામાં ખેડૂતો માટે વર્ષ સારૂ છે અને ભાવ સારા મળી રહ્યા છે અને હજુ પણ એકાદ મહિનો સારા ભાવ મળશે.