ધીમી ગતિએ ઘઉં બજારમાં ભાવ સુધરી રહ્યા છે. ઘઉંનાં ભાવમાં આગામી દિવસોમાં ભાવ સારી ક્વોલિટીમાં હજી થોડા સુધરી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંનાં ટેકાનાં ભાવ થી ખરીદી હવે પૂર્ણ થવામા છે. ગુજરાતમાં ૧.૪૦ લાખ ટન ઉપરની ખરીદી કરી લીધી છે અને સમગ્ર દેશમાં કુલ ૪૩૩ લાખ ટનની ખરીદી પૂર્ણ કરી છે. જેને પગલે ઘઉંનાં ભાવમાં સરેરાશ આગામી દિવસોમાં સારી ક્વોલિટીમાં સુધારો આવી શકે છે.
ગુજરાતમાં ખેડૂતો પાસે હાલનાં તબક્કે ઘઉંની આવકો બહુ થતી નથી અને ગુજરાતમાં લોકડાઉન ખુલી ગયું છે. આગામી દિવસોમાં હોટલ-રેસ્ટોરન્ટ હજી પૂર્ણ રીતે ખુલી જશે તો ઘઉંની માંગ વધી શકે છે, જેને પગલે સરેરાશ ઘઉનાં ભાવમાં આગામી દિવસોમાં લેવાલી વધશે તો સુધારો આવશે.
ખેડૂતો મિત્રોએ સરેરાશ ઘઉંનાં પોતાનાં સ્ટોકમાંથી સારી ક્વોલિટીના ઘઉંનું વેચાણ ન કરવાને બદલે રાખી મુકવામાં ફાયદો છે. આગામી દિવસોમાં ઘઉંનાં ભાવ થોડા વધતા જાય ત્યારે-ત્યારે થોડું વેચાણ કરતાં રહેવું જોઈએ.