ન્યુયોર્ક રૂના ભાવ એકધારા વધી રહ્યા હોઇ તેની પાછળ લોકલ રૂ વાયદા પણ સતત તેજીમાં આગળ વધી રહ્યા છે જેને પગલે આજે સવારે બજારો ખુલ્યા ત્યારે ઉત્તર ગુજરાતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ આગલા દિવસથી મણે રૂ.૧૫ થી ૨૦ ઊંચા બોલતા હતા.
કપાસ ના બજાર ભાવ સ્થિતિ :
આજે તેલંગાના, રાજસ્થાનના વાવેતરના રિપોર્ટ અનુસાર ગત્ત વર્ષથી કપાસનું વાવેતર ઓછું હોઇ કપાસમાં ખેડૂતોની પક્કડ મજબૂત હતી. દેશાવરના તમામ સેન્ટરોમાં આજે કપાસના ભાવમાં એવરેજ રૂ.૧૦ થી ર૨૦નો વધારો હતો.
સૌરાષ્ટ્રમાં કપાસ ના ભાવ :
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અન્ય કેટલાંક યાર્ડમાં તામિલનાડુનો નવા કપાસની આવક શરૂ થઇ છે. રોજની બે થી પાંચ ગાડી આવી રહી છે. આજે તામિલનાડુના નવા કપાસના રૂ।.૧૬૯૧ના ભાવે સોદા પડયા હતા. આગામી દિવસોમાં તામિલનાડુના નવા કપાસની આવક વધવાની ધારણા છે.
માર્કેટયાર્ડ કપાસ નો ભાવ :
કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ કપાસના ઊંચામાં રૂ.૧૭૦૦ ભાવ બોલાયા હતા અને ગામડે બેઠા પણ હવે ખેડૂતો રૂ।.૧૭૦૦થી નીચે વેચવા તૈયાર નથી. મહારાષ્ટ્રની એક-બે ગાડી હજુ આવે છે તેના ભાવ રૂ।.૧૬૦૦ થી ૧૭૦૦ બોલાય છે.
સૌરાષ્ટ્રમાં કપાસ ની આવક :
સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ, અમરેલી અને સાવરકુંડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૧૫૦૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ.૧૭૩૫, અમરેલીમાં રૂ।.૧૭૨૫ અને સાવરકુંડલામાં ઊંચામાં રૂ.૧૭૨પ હતો.