સીસીઆઈએ ગત્ત સપ્તાહે લગભગ દરરોજ ભાવ વધારતાં તેમજ આંધ્રપ્રદેશના કપાસ ઉગાડતાં તમામ વિસ્તારોમાં વાવેતર લાયક વરસાદ ન પડ્યો હોઇ કપાસમાં મજબૂતી જોવા મળી હતી જો કે હવે એકપણ રાજ્યમાં ખેડૂતો કે સ્ટોકીસ્ટો પાસે કપાસ નથી.
કપાસ ના બજાર ભાવ સ્થિતિ :
મિલો પાસે એક થી સવા મહિનો ચાલુ તેટલું જ રૂ છે આથી જીનર્સો પાસે મિલો રૂ માંગી રહી છે અને જીનર્સો ખેડૂતો પાસેથી કપાસ માગી રહી છે. આવી સ્થિતિ તમામ રાજ્યોમાં હોઇ જે ખેડૂતો પાસે કપાસ થોડોઘણો પડયો છે તેના ભાવ ગરજ પ્રમાણે અનાપ-શનાપ ઊંચા બોલાય રહ્યા છે. દેશાવરમાં સોમવારે કપાસ મજબૂત હતો.
સૌરાષ્ટ્રના કપાસ ના ખેડૂત :
સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી ગયા બાદ હવે ખેડૂતો પાસે બહુ કપાસ નથી. મોટાભાગના જીનો પણ બંધ થઇ ચૂક્યા છે કારણ કે કપાસ મળતો નથી ઉપરાંત મહારાષ્ટ્રનો કપાસ પણ આવતો બંધ થયો છે. કપાસમાં ઉડાઉડને પગલે આજે જીનપહોંચ કપાસમાં ઊંચામાં રૂ.૧૭૦૦માં સોદા પડયા હતા.
માર્કેટયાર્ડ કપાસ નો ભાવ :
કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે જીનપહોંચ કપાસ હવે બહુ જ ઓછો મળે છે. જેની પાસેથી સારો કપાસ મળે છે તેને હવે રૂ.૧૭૦૦ની નીચે ક્પાસ વેચવો નથી. હલકો અને મધ્યમ ક્પાસ પણ હવે રૂ.૧૬૫૦થી નીચે મળતો નથી.
સૌરાષ્ટ્રમાં કપાસ ના ભાવ :
સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ,અમરેલી અને બાબરામાં જ કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૧૩૫૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ.૧૭૪૨, અમરેલીમાં રૂ.૧૭૦૦ અને બાબરામાં ઊંચામાં રૂ।.૧૫૪૫ હતો.