હાલ લસણનાં બજાર ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. મધ્યપ્રદેશમાં નવા લસણની સાથે ગુજરાતમાં પણ નવા લસણની આવકો સારી થઈ રહી છે અને એપ્રિલનાં પહેલા સપ્તાહમાં યાર્ડો એક સપ્તાહની રજા બાદ ખુલ્યા બાદ કેવી આવકો થાય છે તેનાં ઉપર આધાર છે.
જો આવકો વધુ થશે તો બજારો થોડા સમય માટે દબાય શકે છે, પંરતુ બહુ ઘટાડો નહીં આવે અને આગળ ઉપર ભાવ ફરી સુધરી શકે છે.
વેપારીઓ કહે છેકે આ વર્ષે ગુજરાતનાં લસણની ક્વોલિટી એકદમ સારીછે અને ખેડૂતો ધારે તો પોતાનાં ભાવ ઉપર વેચાણ કરી શકે છે. આગળ ઉપર લસણની બજારમાં લેવાલી આવશે તો ભાવ સુધરશે. લસણનાં ભાવ ૨૦ કિલોના રૂ.૪૦૦થી ૧૧૦૦ની વચ્ચે ચાલે છે.
જેમાં ઘટાડો થાય તો પણ મણે રૂ.૧૦૦નો ઘટાડો થઈ શકે છે, તેનાંથી વધુ ઘટાડો થવાનાં ચાન્સ હાલ દેખાતા નથી. સરેરાશ બજારમાં લસણનાં ભાવ આ વર્ષે બહુ ઘટે તેવું લાગતું નથી. નીચા ભાવથી સ્ટોકિસ્ટોની લેવાલી પણ સારી માત્રામાં આવશે.