મગફળીના ઉંચા ભાવથી વેચાણ ચાલુ થતા સીંગદાણા ના ભાવ માં ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

સીંગખોળની તેજી પાછળ મગફળી અને સીંગદાણાનાં ભાવમાં પણ સુધારો આવ્યો છે. જોકે બીજી તરફ સારો વરસાદ થયો હોવાથી હવે સ્ટોકિસ્ટો ઊંચા ભાવથી મગફળી વેચાણ કરવા માટે ઉતાવળા બન્યાં છે, પંરતુ બજારમાં બાયરોની ખરીદી ધીમી છે. કેટલીક ઓઈલ મિલરો પાસે મોટો સ્ટોક પડ્યો છે તેમને હવે આ ભાવથી મગફળી લેવી નથી.

મગફળીની બજાર :

સીંગખોળની સટ્ટાકીય તેજી પાછળ તેજી આવી હોવાથી ગમે ત્યારે હવે ખોળ પાછો ફરશે તો મગફળીની બજારમાં મોટો કડાકો બોલી શકે તેવી સંભાવનાએ હવે બાયરોની ખરીદી એકદમ મર્યાદીત છે. વર્તમાન તેજી નક્કર ન હોવાથી કોઈને ભરોસો નથી, પરિણામે સ્ટોકિસ્ટો માલ ખાલી કરવાનાં મૂડમાં છે.


મગફળી ભાવ આજના :

મગફળીનાં વેપારીઓ કહેછેકે વર્તમાન સમયમાં દરેક ક્વોલિટી અને સેન્ટરવાઈઝ ભાવમાં વધઘટ જુદી છે. રાજકોટમાં ભાવ થોડા મજબૂત હતા, પંરતુ ગોંડલમાં આજે તેજી અટકી ગઈ હતી અને અમુક ક્વોલિટીમાં બાયરો ન હોવાથી ભાવ સ્ટેબલ કે નરમ જેવા પણ હતાં.

ગોંડલ મગફળી ના ભાવ :

ગોંડલમાં ૭થી ૮ હજાર ગુણીનાં વેપાર હતાં. જી-ર૦માં પિલાણમાં રૂ.૧૧૦૦થી ૧૩૭૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦નાં ભાવ હતાં. ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૦૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦થી ૧૩૫૦૦નાં હતાં.


રાજકોટ મગફળી ના ભાવ :

રાજકોટમાં ૧૭૦૦ ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૧૦૦ થી ૧૨૪૦, ર૪નં. રોહીણીમાં રૂ.૧૧૨૦થી ૧૨૪૦, ૩૯ નં.માં રૂ.૧૧૨ર૨૦થી ૧૨૨૦, જી-ર૦માં રૂ.૧૨૨૦થી ૧૩૬૦, ૬૬ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨૧૦નાં ભાવ હતાં. ઉનાળુનાં ભાવ એવરેજમાં રૂ.૧૧૫૦થી ૧૨૪૦નાં ભાવ હતાં.

ડીસા મગફળી ના ભાવ :

ડીસામાં પણ માત્ર ૧૨૦૦ ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૦૦નાં હતા. હીંમતનગરમાં આજે આવકો નહોંતી.

Leave a Comment