દેશમાં કપાસની આવક ઘટતા ભાવમાં આવ્યો વધારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશભરમાં જાન્યુઆરીના અંત સુધીમાં ૨.૫૫ કરોડ ગાંસડી અને તા.૯મી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨.૭૫ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકો હોઇ હવે રૂની આવક માર્ચ મહિનામાં રોજની એક લાખ ગાંસડી એટલે કે ર૪ લાખ મણ કપાસની પણ ઓછી રહેશે.

દેશમાં કપાસના ઉત્પાદન ૮૬.૧૦ કરોડ મણનો અંદાજ હતો તેમાંથી અત્યાર સુધીમાં ૬૨ થી ૬૩ કરોડ મણ કપાસની આવક થઇ ચૂકો છે. ૧૦ થી ૧૨ લાખ કપાસ દર વર્ષે પાઇપલાઈનમાં રહેતો હોઇ હવે સીઝનના બાકી રહેલા પોણા આઠ મહિનામાં ૧૨ થી ૧૪ કરોડ મણ કપાસની ચલાવવાનું છે.

દેશમાં મંગળવારે રૂની આવક ૧.૧૦ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ર૬ થી ૨૮ લાખ મણ કપાસની આવક હતી. ગુજરાતમાં પોણા આઠ લાખ થી આઠ લાખ મણ અને મહારાષ્ટ્રમાં આઠ થી સાડા આઠ લાખ મણ આવક સિવાય એકપણ રાજ્યમાં નોંધપાત્ર આવક નથી.

ઉત્તર ભારતના રાજ્યોમાં ત્રણ લાખ મણ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પાંચ લાખ મણ કપાસની આવક હતી. સમગ્ર ભારતમાં કપાસના ભાવમાં મંગળવારે મણે રૂ.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો,.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ થી સવા ત્રણ લાખ મણની જળવાયેલી હતી અને કડીમાં દેશાવરના કપાસની આવક જલવાયેલી હતી. મંગળવારે મહારાષ્ટ્રની ૧૦૦ થી ૧રપ, આંધ્રની ૨૦-૨૫ ગાડી અને કર્ણાટકની ૧૫-૨૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૨૦૦, આંધ્ર કપાસના ભાવ રૂ.૧૧૮૦ થી ૧૨૧૦, કર્ણાટક કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૨૪૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૨૧૦ ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે આવક ૧.૬૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૬૫ અને ઊંચામાં રા.૧૨૧૫થી ૧૨૩૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં આજે તમામ કવોલીટીના કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨૩૦ થી ૧૨૩૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૮૦ થી ૧૧૮૫, મિડિયમ કંવોલીટીના રૂ.૧૧૫૫ થી ૧૧૬૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૪૦ થી ૧૧૫૫ કપાસના ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા હવે રૂ।.૧૨૦૦ની નીચે કપાસ વેચાતાં નથી કેટલાંક સારી કવોલીટીના કપાસ ધરાવતાં સેન્ટરોમાં રૂ।.૧૨૦૫ સુધી ભાવ બોલાયા હતા.

Leave a Comment